ધ વોન્ટેડના લોકપ્રિય ગાયક ટોમ પાર્કરનું નિધન
બ્રિટિશ ગાયક ટોમ પાર્કનું નિધન થયું છે. વોન્ટેડ બેન્ડના લોકપ્રિય ગાયક ટોમ પાર્કરનું મગજની ગાંઠ (બ્રેઇન ટ્યૂમર) ને કારણે 33 વર્ષની વયે અવસાન થયું છે. રિપોર્ટ અનુસાર તેઓ છેલ્લા બે વર્ષથી બ્રેઈન ટ્યુમર સામે લડી રહ્યા હતા.
વોશિંગ્ટન, 31 માર્ચ : બ્રિટિશ ગાયક ટોમ પાર્કનું નિધન થયું છે. વોન્ટેડ બેન્ડના લોકપ્રિય ગાયક ટોમ પાર્કરનું મગજની ગાંઠ (બ્રેઇન ટ્યૂમર) ને કારણે 33 વર્ષની વયે અવસાન થયું છે. રિપોર્ટ અનુસાર તેઓ છેલ્લા બે વર્ષથી બ્રેઈન ટ્યુમર સામે લડી રહ્યા હતા. ટોમના મૃત્યુના સમાચાર તેની પત્ની કેલ્સીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આપ્યા, તેમણે જણાવ્યું કે, ટોમનું બુધવારના રોજ અવસાન થયું હતું.

ટોમની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, અમારું હૃદય તૂટી ગયું છે, ટોમ અમારી દુનિયાનું કેન્દ્ર હતું, અમે તેના વિના જીવનની કલ્પના કરી શકતા નથી, અમે તેના કાતિલ મુસ્કાન અને ઉત્સાહપૂર્ણ હાજરીને યાદ કરીશું. અમે તમારા બધાના આભારી છીએ જેમણે ખૂબ પ્રેમ, સમર્થન આપ્યું છે, સાથે મળીને અમે ખાતરી કરીશું કે ટોમનો પ્રકાશ તેના બાળકો માટે ચમકતો રહેશે. ટોમને હંમેશ સપોર્ટ આપનારા તમામ લોકોનો આભાર, તે જીવન માટે અંત સુધી લડતો રહ્યો. મને હંમેશા તેના પર ગર્વ રહેશે.
નોંધનીય છે કે, ટોમને 2020માં મગજમાં ગાંઠ (બ્રેઇન ટ્યુમર) નું નિદાન થયું હતું, આ સમાચાર ઓક્ટોબર મહિનામાં સામે આવ્યા હતા. ટોમે પોતે કહ્યું કે, હું જાણતો હતો કે કંઈક ખોટું હતું પણ મને ખબર ન હતી કે તે એક સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટોમની પત્ની કેલ્સી સિવાય એક દીકરી ઓરેલિયા રોઝ છે, જેનો જન્મ 2019 માં થયો હતો, જ્યારે એક પુત્ર બોધી છે, જેનો જન્મ ગત વર્ષે જ થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
