Oscar 2025 : કોણ છે કાર્લા સોફિયા ગેસ્કોન? ઓસ્કાર નોમિનેશન મેળવનારી પહેલી ટ્રાન્સજેન્ડર એક્ટર બનીને ઇતિહાસ રચ્

Oscar 2025 : ઓસ્કાર એવોર્ડ 2025 ની જાહેરાત થઈ ગઈ છે. ઓસ્કાર નોમિનેશનમાં કાર્લા સોફિયા ગેસ્કોને ઇતિહાસ રચ્યો છે.

કાર્લા સોફિયા ગેસ્કોન ઓસ્કાર માટે નોમિનેશન મેળવનારી પહેલી ટ્રાન્સજેન્ડર અભિનેત્રી બની છે. સ્પેનિશ અભિનેત્રી કાર્લા સોફિયાને બેસ્ટ એક્ટ્રેસ શ્રેણીમાં નોમિનેશન મળ્યું છે.

Oscar 2025

અહેવાલો અનુસાર, કાર્લા સોફિયા ગેસ્કોનને ફિલ્મ એમિલિયા પેરેઝ માટે આ નોમિનેશન મળ્યું છે. આ ફિલ્મ 13 નોમિનેશન સાથે ઓસ્કારમાં પહોંચી છે.

કાર્લા સોફિયા ગેસ્કોને 2024 માં એમિલિયા નામના ખતરનાક ડ્રગ માફિયાની ભૂમિકાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી હતી. ફિલ્મમાં રીટા નામના વકીલની મદદથી પોતાના મૃત્યુનું નાટક કરે છે અને પછી લિંગ પરિવર્તનની સર્જરી કરાવે છે.

કાર્લા સોફિયા ગેસ્કોન બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. 31 માર્ચ 1972ના રોજ જન્મેલી કાર્લાએ ECAMમાંથી અભિનયની ડિગ્રી લીધી છે અને BBCમાં પણ કામ કર્યું છે.

કાર્લા સોફિયા 2000 ના દાયકામાં કેટલાક સ્પેનિશ શોમાં દેખાઈ હતી અને પછી 2009 માં મેક્સિકો ગઈ. ત્યાં તેમણે ટેલિનોવેલાઝમાં કામ કર્યું. આ પછી કાર્લાએ વર્ષ 2018 માં જાહેરમાં પોતાના લિંગ પરિવર્તનની જાહેરાત કરીને લોકોને ચૌકાવ્યા.

ર્લા સોફિયાનું સાચું નામ કાર્સિયા છે. 2018 માં લિંગ પરિવર્તન પછી તેણીએ પોતાનું પુસ્તક લખ્યું અને પોતાનું નવું નામ કાર્લા સોફિયા ગેસ્કોન જાહેર કર્યું. કાર્લાના લગ્ન મારીસા ગુટીરેઝ સાથે થયા છે. તેમની પુત્રીનો જન્મ 2011 માં થયો છે.

કાર્લા સોફિયા ઓસ્કાર પહેલા 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પોતાનો જાદુ ચલાવી ચુકી છે. કાર્લાની ફિલ્મ એમિલિયા પેરેઝ 2024 ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મ માટે કાર્લાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ એવોર્ડ જીતનાર તે પ્રથમ ટ્રાન્સજેન્ડર અભિનેત્રી હતી. તેણી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં અભિનય નામાંકન મેળવનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર અભિનેત્રી પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X