Oscar 2024 : કપડા વગર સ્ટેજ પર પહોંચ્યા જોન સીના, શરીર ઢાંકવા ટીમમાં દોડાદોડીનો વીડિયો વાયરલ
ઓસ્કાર સમારોહ યોજાઈ ગયો છે અને વિજેતા ફિલ્મો અને અભિનેતાઓના સન્માન કરાયા છે. જો કે આ સમારોહ દરમિયાન કઈંક એવુ થયુ કે હવે ચર્ચા થઈ રહી છે.
96મા ઓસ્કાર એવોર્ડમાં ઘણા કલાકારોએ વિજેતાની ટ્રોફી જીતી છે. ટોચનું નોમિનેશન ક્રિસ્ટોફર નોલાનનું ઓપનહેમર રહ્યું છે. પરંતુ આ સિવાય ઓસ્કાર એવોર્ડમાં પણ ઘણી અજીબ ઘટનાઓ બની છે.

રેસલર અને હોલિવૂડ એક્ટર જોન સીનાએ કંઈક એવું કર્યું જેનાથી બધા ચોંકી ગયા. જ્હોન સીના જ્યારે કોસ્ચ્યુમ ડિઝાઈન માટે એવોર્ડ આપવા માટે ઓસ્કાર સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તેણે કંઈ પહેર્યું ન હતું. તેઓ કોઈપણ કપડા પહેર્યા વગર સ્ટેજ પર આવ્યા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે જિમી કિમેલ એવોર્ડ માટે સ્ટેજ પર જોન સીનાને બોલાવે છે. પહેલા તો જ્હોન સીના નર્વસનેસને કારણે આવવા તૈયાર નથી પણ પછી જીમી તેને મનાવી લે છે. આ દરમિયાન તે ત્યાં હાજર તમામ કલાકારોને સંકેત આપે છે કે જોન સીના કપડા વગર એવોર્ડ આપવા આવશે.
આ પછી જ્હોન સીનાએ પોતાના પ્રાઈવેટ પાર્ટને કોસ્ચ્યુમ એન્વેલપથી ઢાંકી અને વિજેતાની જાહેરાત કરવા કપડા વગર સ્ટેજ પર આવ્યા. આ જોઈને બધા જોર જોરથી હસવા લાગ્યા. જ્હોન સીનાએ ફરીથી કહ્યું, આઉટફિટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કદાચ સૌથી મહત્વની વસ્તુ છે. પછી થયું એવું કે સ્ટેજ પર જ તેને પડદાથી ઢાંકી દેવામાં આવ્યા. હવે જોન સીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
A naked John Cena and Jimmy Kimmel bicker on stage at the 2024 #Oscars pic.twitter.com/1JYd5qth6F
— The Hollywood Reporter (@THR) March 11, 2024
ઓસ્કાર એવોર્ડના બેક સ્ટેજ પરથી જોન સીનાનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે માત્ર અન્ડરવેર પહેર્યું છે. જોકે આમાં તેનો ચહેરો દેખાતો નથી. સોશિયલ મીડિયા પર અભિનેતાની મજાક ઉડાવવામાં આવી રહી છે, ત્યારે કેટલાક લોકો જોન સીનાની બોડીના વખાણ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
