PICS : અડગ પ્રેમની આદર્શ કહાણી એટલે એંજેલિના જોલી અને બ્રૅડ પિટ...
પેરિસ, 1 સપ્ટેમ્બર : ફાઇનલી એંજેલિના જોલી અને બ્રૅડ પિટ પરણી જ ગયાં. સંયુક્ત નામ બ્રૅંજેલિના તરીકે ઓળખાતું આ કપલ 2005થી ડેટિંગ કરતુ હતું અને 2012માં સગપણ થયા હતાં. સાત વર્ષના લાંબા સમય બાદ તેમણે ત્રણ બાળકોને દત્તક લીધા અને ત્રણ તેમના પોતાના બાળકો થયાં. જ્યારથી એંજેલિના-બ્રૅડ ડેટિંગ કરતા હતા, ત્યારથી લોકોને તેમના લગ્નની ઇંતેજારી હતી.
બ્રૅડ પિટ તથા એંજેલિના જોલી હૉલીવુડના મોસ્ટ ટૉક્ડ કપલ છે કે જેઓ પહેલી વાર મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ (2005)માં ઑન-સ્ક્રીન સાથે દેખાયા હતાં. કો-સ્ટારમાંથી મોસ્ટ રોમાંટિક કપલ બન્યા સુધીની બ્રૅંજેલિનની સફર ખૂબ જ અસરકારક રહી હતી.
એંજેલિના જોલી અને બ્રૅડ પિટે આ 9 વર્ષના સંબંધો દરમિયાન ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે, પરંતુ તેમના મજબૂત પ્રેમ અને વિશ્વાસે તેમને સાથે રાખ્યો. લગ્ન અંગેની અંતહીન ચર્ચાઓ વચ્ચે બ્રૅંજેલિનાએ તાજેતરમાં લગ્ન કરી જ લીધાં.
જો આપણે તેમના પબ્લિક ઍપીરિયંસને જોઇએ, તો બ્રૅડ પિટ તથા એંજેલિના જોલીએ સતત પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આજે અમે આપણે જઇશું બ્રૅંજેલિનાની જૂની યાદોમાં.
જુઓ નવપરિણીત યુગલ એંજેલિના જોલી-બ્રૅડ પિટની તસવીરી ઝલક :

હનીમૂન
લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ નવપરિણીત યુગલ હાલમાં હનીમૂન માટે ગોઝો આઇસલૅન્ડ રવાના થઈ ગયુ છે.

ફ્રાંસમાં લગ્ન
બ્રૅંજેલિનાએ ફ્રાંસ ખાતે એક નાનકડા અને અંગત સમારંભમાં લગ્ન કર્યા હતાં કે જેમાં માત્ર 66 મહેમાનો હતાં.

6 સંતાનો
તમામ 6 સંતાનોએ પોતાના માતા-પિતાના લગ્નની વ્યવસ્થા સંભાળી. મૅડોક્સ તથા પૅક્સ પોતાના મમ્મીને લગ્ન-સ્થળે દોરી ગયાં, તો ઝહારા અને વિવિયને પુષ્પો પાથર્યાં. શિલોહ અને નૉક્સ યુગલ માટે લગ્નની વીંટી લઈને આવ્યાં.

હાથોમાં હાથ
એક દાયકાથી ડેટિંગ કરતા બ્રૅંજેલિના સામાન્ય રીતે ઇવેંટ્સમાં હાથોમાં હાથ નાંખી પહોંચતાં.

પહેલાથી જ નક્કી હતું
લગ્ન માત્ર ઔપચારિકતા હતાં, કારણ કે બંનેના લગ્ન થવાની વાત પહેલાથી જ નક્કી હતી.

મુશ્કેલ સમયમાં સાથે
જ્યારે એંજેલિના જોલીએ સ્તનની સર્જરી કરાવી, ત્યારે તેમના ખરાબ સમયમાં બ્રૅડ પિટ સતત તેમની સાથે રહ્યા અને સપોર્ટ કરતા રહ્યાં.

ઉપ્સ
બ્રૅડ પિટ એંજેલિના જોલી સાથે પબ્લિકલી નૉટી બની જતાં.

કિસ એન્ડ ટેલ
બ્રૅડ પિટ અને એંજેલિના જોલીની આ એક રોમાંટિક તસવીર છે.

ઑસ્કાર કિસ
જ્યારે બ્રૅડ પિટ નિર્મિત ફિલ્મ 12 ઈયર્સ ઍ સ્લેવને ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો, ત્યારે એંજેલિનાએ બ્રૅડને ઑસ્કાર કિસ કરી હતી.

દાયકાનું ડેટિંગ
આમ એક દાયકાથી ડેટિંગ અને પછી સગપણ સુધીની સફર બાદ બ્રૅંજેલિના પરણી ગયાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
