OMG : આત્મકથામાં તમામ Sex સંબંધોનો ખુલાસો કરશે લિંડસે લોહાન
ન્યુયૉર્ક, 5 ઑગસ્ટ : સેલિબ્રિટીઓની આત્મકથા હંમેશા ચર્ચાસ્પદ, સનસનાટીભરી અને વિવાદાસ્પદ બની જતી હોય છે. ભારતમાં અને ખાસ તો ભારતીય રાજકારણમાં અનેક નેતાઓ પોતાની આત્મકથાઓ લખી બીજા નેતાઓને મુશ્કેલીમાં નાંખતા હોય છે. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા નટવર સિંહની આત્મકથાએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મુશ્કેલીમાં મૂકી દીધા છે, તો તેવી જ રીતે હૉલીવુડ-બૉલીવુડ સેલિબ્રિટીઓની આત્મકથાઓ પણ ઘણા બધા ખુલાસા કરતી હોય છે.
થોડાક દિવસ અગાઉ બૉલીવુડ અભિનય સમ્રાટ દિલીપ કુમારની આત્મકથા પ્રસિદ્ધ થઈ હતી. જોકે તેમાં કંઈ વિવાદાસ્પદ નહોતું. આમ છતાં સેલિબ્રિટીઓમાં આત્મકથા લખવાનો ક્રેઝ પણ વધતો જાય છે. બૉલીવુડમાં તો આવુ જૂજ બને છે, પણ હૉલીવુડમાં અનેક કલાકારો પોતાની આત્મકથાઓ લખી સનસનાટી મચાવતા હોય છે. આવી સેલિબ્રિટીમાં વધુ એક નામ લિંડસે લોહાનનો જોડાયો છે.
હૉલીવુડ અભિનેત્રી લિંડસે લોહાન પોતાની આત્મકથા લખવાની તૈયારી કરી રહ્યાં છે. તસવીરો સાથે જુઓ શું છે તેમનું આયોજન :

આત્મકથા લખશે લોહાન
હૉલીવુડ અભિનેત્રી લિંડસે લોહાન પોતાની આત્મકથા લખવા અંગે વિચાર કરી રહ્યાં છે.

પ્રકાશકોની મુલાકાત
લિંડસે લોહાના પોતાની આત્મકથાના પ્રકાશન માટે કેટલાક પ્રકાશકોને પણ મળી ચુક્યાં છે.

કંઈ જ નહીં છુપાવું
લિંડસે લોહાને વાયદો કર્યો છે કે પોતાના પુસ્તકમાં તેઓ કંઈ પણ નહીં છુપાવે.

પ્રેમીઓનો ખુલાસો
લિંડસે લોહાને જણાવ્યું કે તેઓ પોતાની આત્મકથામાં પોતાના તમામ જાણીતા પ્રેમીઓનો ખુલાસો કરશે.

પ્રેમીઓની મોટી યાદી
લિંડસે લોહાનના પ્રેમીઓની મોટી યાદી છે કે જેમાં કોલીન ફેરેલ, જસ્ટિન ટિંબરલેક, જેમ્સ ફ્રૅંકો અને મૅક્સ જ્યૉર્જનો પણ સમાવેશ થાય છે. આ તમામ સાથે લોહાનના સંબંધો હતાં.

મોટા ઉપાડે તૈયારી
લિંડસે લોહાના પોતાની આત્મકથાના પ્રકાશન અર્થે મોટા ઉપાડે તૈયારી કરી રહ્યાં છે. તેમણે તાજેતરમાં જ લંડન ખાતેના મોટા પ્રકાશકોની મુલાકાત કરી પોતાની આત્મકથા લખવાના વિચારથી વાકેફ કરાયાં.

સેક્સ સંબંધોનો ખુલાસો
લિંડસે લોહાને જણાવ્યું - હું પોતાના પુસ્તકમાં જીવનનું સમગ્ર સત્ય લખવા તૈયાર છું અને મને આ ખુલાસો કરવામાં જરાય ખચટાક નથી અનુભવાતો કે કઈ નામી હસ્તીઓ સાથે મારા અંતરંગ સંબંધો રહ્યાં છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
