Video/Pics : ફીફા માટે શકીરાનું વાકા વાકા... નહીં, પણ લા લા લા...
લૉસ એંજલ્સ, 25 માર્ચ : હા જી. સુંદર, સેક્સી અને મખમલી અવાજના મલ્લિકા શકીરા ફરી એક વાર પોતાના ફૅન્સ તથા ફીફા વિશ્વ કપના દીવાનાઓ માટે પોતાનું નવું આલબમ લઈને આવ્યાં છે. શકીરાએ પોતાનું નવું ગીત લા લા લા... સોમવારે રિલીઝ કર્યું છે કે જે બ્રાઝીલ ખાતે યોજાનાર ફીફા વિશ્વ કપ માટે છે.
ડેલીસ્ટાર.કૉ.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ આ વર્ષે ઉનાળામાં બ્રાઝીલ ખાતે યોજનાર ફુટબૉલ વર્લ્ડ કપ માટે શકીરાએ લા લા લા... બોલ ધરાવતું ગીત લખ્યું છે કે જે નવા ગીત ડેયર...નું સુધારેલું રૂપ છે. ફીફા વર્લ્ડ કપ 2010 દરમિયાન શકીરાએ વાકા વાકા... ગીત ગાયુ હતું કે જેની ઉપર બ્રાઝીલ જ નહીં, આખી દુનિયા ઝૂમી ઉઠી હતી. વિશ્વ કપ કરતા વધુ લોકો શકીરાના આ ગીતના ઘેલા બની ગયા હતાં. આ ગીતે સફળતાના નવા રેકૉર્ડ સ્થાપ્યા હતાં. તેથી આ વખતે પણ શકીરાના નવા ગીત પાસે આશાઓ વધુ છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

જોશીલું બ્રાઝીલિયન ગીત
લા લા લા... ગીત અંગે શકીરાએ જણાવ્યું - આ એક જોશીલું બ્રાઝીલિયન ગીત છે. બોલ મારા છે અને હકીકતમાં મેં વર્લ્ડ કપ માટે એક એડિશન રેકૉર્ડ કર્યું છે.

પુત્ર મિલાન પણ
શકીરાના આ ગીતના વીડિયોમાં તેમનો પુત્ર મિલાન પણ દેખાય છે.

મિલાન બોલ્યો - માઇઆહ
શકીરાએ જણાવ્યું - હું સ્ટુડિયોમાં હતી અને મિલાન બપોરે મોજ-મસ્તી કરવા આવી ગયો. મેં તેને ખોળે રાખ્યો હતો અને તે ગીત સાંભળતો હતો. પછી જેમ ગીત સમાપ્ત થયું કે મિલાન બોલ્યો - માઇઆહ (મારૂં).

જેરાર્ડ પીકે સાથે ડેટિંગ
શકીરા હાલ સ્પેનિશ ફુટબૉલ ટીમના ડિફેંડર જેરાર્ડ પીકે સાથે ડેટિંગ કરે છે. 22મી જાન્યુઆરી, 2013ના રોજ તેમણે મિલાનને જન્મ આપ્યો હતો.

ફુટબૉલર બનશે મિલાન
શકીરા પહેલા જ કહી ચુક્યાં છે કે તેમનો પુત્ર મિલાન મમ્મીની જેમ સિંગર નહીં, પણ પપ્પાની જેમ સ્પેનની ફુટબૉલ ક્લબ બાર્સિલોનાનો સભ્ય બનશે.
માણો શકીરાનું લા લા લા... સૉંગ
માણો શકીરાનું લા લા લા... સૉંગ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
