‘સાવજ-એક પ્રેમગર્જના’ના 1000 એપિસોડ થયા પૂરા, કલાકારોએ આ રીતે કરી ઉજવણી
કલર્સ ગુજરાતી પર આવતી લોકપ્રિય સિરીયલ સાવજ સતત સફળતાના સોપાનો સર કરી રહી છે. સાવજે તાજેતરમાં જ 1000 એપિસોડ પૂર્ણ કર્યા છે. ‘સાવજ – એક પ્રેમગર્જના’ના કલાકારોએ સેટ પર જ 1000 એપિસોડ પૂર્ણ થવાની ઉજવણી કરી
કલર્સ ગુજરાતી પર આવતી લોકપ્રિય સિરીયલ સાવજ સતત સફળતાના સોપાનો સર કરી રહી છે. સાવજે તાજેતરમાં જ 1000 એપિસોડ પૂર્ણ કર્યા છે. 'સાવજ – એક પ્રેમગર્જના’ના કલાકારોએ સેટ પર જ 1000 એપિસોડ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. સિરીયલના કલાકારો સહિત ટીમ મેમ્બર્સે સેટ પર જ કેક કાપીને સિરીયલની સફળતાની ઉજવણી કરી હતી.

આજે ટેલિકાસ્ટ થશે મહાએપિસોડ
સિરીયલના 1000 એપિસોડની ઉજવણીનો ભાગ દર્શકો પણ બનાવાના છે. આજે સિરીયલનો 1001મો એપિસોડ ટેલિકાસ્ટ થશે. ત્યારે આ નિમિત્તે ખાસ મહાએપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3થી વધુ વર્ષથી ચાલી રહેલી સિરીયલ ‘સાવજ- એક પ્રેમગર્જના' અને તેના કલાકારો હવે ઘરઘરમાં લોકપ્રિય થઈ ચૂક્યા છે. આ સિરીયલમાં એક પરિવારની વાત દર્શાવાઈ રહી છે. પરિવારમાં થતા કાવાદાવા સિરીયલમાં રજૂ થયા છે.

આ કલાકારો છે મુખ્ય ભૂમિકામાં
સાવજ એક પ્રેમગર્જનામાં મહેક ભટ્ટ અને સની પંચોલી મુખ્ય ભૂમિકામાં છે. તો સેજલ શાહ, નાદિયા હિમાની, દ્રષ્ટિ પંડ્યા, અજય પારેખ, પ્રિયાંક ગજ્જર, કુશલ શાહ, ફલક મહેતાના કલાકારો પણ મહત્વના રોલમાં છે. આ સિરીયલ કબીર પ્રોડક્શન દ્વારા નિર્મિત છે. તો ભાવેશ ગોરી સિરીયલને ડિરેક્ટ કરી રહ્યા છે. કલર્સ ગુજરાતી પર સોમવારથી શનિવાર સુધી રાત્રે 9 વાગે ટેલિકાસ્ટ થાય છે.

સાવજ એક પ્રેમ ગર્જના
સાવજ એક પ્રેમ ગર્જના ફેમિલી સાથે બેસીને જોઈ શકાય તેવી સિરીયલ છે. ગુજરાતી ભાષામાં પ્રસારિત થતું આ સિરીયલ 5 ડિસેમ્બર 2016ના રોજ રિલીઝ થયું હતું. કલર્સ ચેનલ પર આ સિરીયલ પ્રસારિત થાય છે. 1000 એપિસોડ કમ્પલિટ કરવા બદલ અને દર્શકોને ખુબ જ એન્ટરટેઈન કરવા બદલ વનઈન્ડિયા ગુજરાતી તરફથી Saavaj - Ek Prem Garjanaની આખી ટીમને ખુબ ખુબ શુભેચ્છાઓ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
