ફરી એકવાર નેગેટિવ રોલમાં દેખાશે સૌનક વ્યાસ, 'પ્રેમની ભવાઈ'માં છે આ રોલ
કલર્સ ગુજરાતી પર કેટલીક નવી સિરીયલ્સ શરૂ થઈ છે. 'પ્રેમની ભવાઈ’ સિરીયલ આ સપ્તાહથી શરૂ થઈ છે. આ સિરીયલથી જાણીતા એક્ટર સૌનક વ્યાસ 2 વર્ષ બાદ નાનકડા પડદે કમબેક કરી રહ્યા છે. સૌનક વ્યાસની કરિયરની શરૂઆત ટેલિવિઝનથી જ થઈ હતી, અને ફરી એકવાર તેઓ સિરીયલમાં કામ કરી રહ્યા છે, ત્યારે ખૂબ જ ખુશ છે.

આ રોલમાં દેખાશે સૌનક વ્યાસ
‘પ્રેમની ભવાઈ'માં સૌનક વ્યાસ ફરી એકવાર નેગેટિવ રોલમાં દેખાશે. સિરીયલમાં તેઓ યુવરાજ રાયઝાદાનું પાત્ર ભજવી રહ્યા છે. જે રાજપર ગામના ધારાસભ્યના પુત્ર છે. અને નશો કરવો, લોકોને નીચા દેખાડવા એ એના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. પોતાના પાત્ર વિશે સૌનક વ્યાસનું કહેવું છે,'સિરીયલનો હીરો રૂદ્ર યુવરાજની માતા ઈન્દ્રાણીનો રાઈટ હેન્ડ છે, જે યુવરાજને પસંદ નથી. એટલે એ રૂદ્રને હેરાન કરે છે. રોલ વિશે વધુ કહું તો આ પાત્ર ખૂબ ચેલેન્જિંગ એટલા માટે છે કે યુવરાજ હંમેશા નશામાં રહે છે. અને મને નશો તો દૂર કોઈ જ પ્રકારનું વ્યસન નથી. મારે સતત એક નશામાં રહેતા વ્યક્તિનો રોલ કરવાનો છે. એટલે ચેલેન્જિંગ રોલ છે.'

2 વર્ષ બાદ ફરી કલર્સ સાથે
ઉલ્લેખનીય છે કે કલર્સ ગુજરાતી પર સૌનક વ્યાસ આ પહેલા ‘ફૂડથી ગુજરાત', ‘ધર્મથી ગુજરાત' બે શો કરી ચૂક્યા છે. આ બંને શો ટ્રાવેલોગ હતા. ફૂડથી ગુજરાતમાં તેઓ જુદા જુદા સ્થળે ફરી ફૂડ રિવ્યુ કરતા હતા અને ધર્મથી ગુજરાતમાં ધર્મસ્થાનોની વાત લોકો સુધી પહોંચાડતા હતા. સૌનક વ્યાસે પોતાની એક્ટિંગ કરિયર ટેલિવિઝનથી જ શરૂ કરી છે.

આ સિરીયલ્સમાં કર્યા લોકપ્રિય રોલ
2008-09માં ઝી ગુજરાતીમાં ‘સૂર સંદેશ'થી તેમની કરિયર શરૂ થઈ હતી. જે બાદ ઝી પર જ સંદીપ પટેલ-આરતી પટેલની સિરીયલ ‘સગપણ એક ઉખાણું'માં વિનાયકના લીડ રોલમાં દેખાયા હતા. આ સિરીયલ ઝવેરચંદ મેઘાણીની વેવિશાળ પરથી કાજલ ઓઝ વૈદ્યે આ સિરીયલ લખી હતી. જે બાદ સૌનક વ્યાસ ગૃહમંત્રી અને ઈટીવીના શો ગીત ગુંજનમાં પણ એન્કરિંગ કરી ચૂક્યા છે. તો ઝી ગુજરાતી પર જ ડૉક્ટની ડાયરી, કભી કભી સહિત 5 જેટલી સિરીઝમાં કામ કરી ચૂક્યા છે. દર્શકોને કદાચ યાદ હશે ખૂબ જ લોકપ્રિય થયેલી ઈટીવીની ‘મોટી બા' સિરીયલમાં પણ સૌનક નેગેટિવ પાત્રમાં દેખાયા હતા.

કેમ છોડ્યું ટેલિવિઝન?
આ સવાલના જવાબમાં સૌનક વ્યાસ કહે છે,'ટેલિવિઝન છોડ્યું નથી. હું પોતે એવું મને પોતાને સ્ક્રીન પર રહેવું ગમે છે, એ ફિલ્મ હોય કે ટીવી હોય. હું એવું ટીવી લોકો સુધી ઝડપથી પહોંચાડે છે. પણ છેલ્લા ઘણા સમયથી હું ફિલ્મો અને થિયેટરમાં વ્યસ્ત હતો. એક્ટિંગ ટીચર તરીકે પણ કામ કર્યું, ત્યારે એકસાથે સિરીયલ પણ મેનેજ કરવી અઘરી હતી. એટલે ટેલિવિઝન થોડું દૂર રહ્યું. પણ હવે લાંબા સમયે ફરી સિરીયલ કરવાની મજા આવે છે. ખાસ તો ડેડલાઈનમાં કામ કરવાથી એક્ટિંગની ચેલેન્જ ખૂબ જ હોય છે. જેની પણ અલગ મજા છે.'

સુપર બિઝી છે સૌનક વ્યાસ
સૌનક વ્યાસ હાલ ‘પ્રેમની ભવાઈ' ઉપરાંત સંખ્યાબંધ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. થિયેટરની વાત કરીએ તો તેમના 5 નાટકો પર કામ ચાલી રહ્યું છે. જેમાં ‘સેલ્ફી સંબંધોની', ‘સરદાર પટેલ', ‘વલ્લભાચાર્ય', ‘શંકરાચાર્ય' ઓન ફ્લોર છે. તો રાઈટર તરીકે સૌનક વ્યાસ ત્રણ સ્ટોરી પર કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ કંઈક નવી જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સૌનક વ્યાસ ‘દુનિયાદારી' અને ‘ઓક્સિજન' જેવી ફિલ્મો પણ કરી ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
