તામિળ ફિલ્મમાં ચમકી ગાંધીનગર ગર્લ અવનિ મોદી
ગાંધીનગર, 2 મે : ગાંધીનગરની દીકરી અવનિ મોદીએ દક્ષિણ ભારતમાં તામિળ ફિલ્મમાં પદાર્પણ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દક્ષિણની તામિળ ભાષાની Naan Rajavaga Pogiren (મેં રાજા બનને જા રહા હૂં) ફિલ્મમાં હીરોઇન તરીકે ભૂમિકા અદા કરીને માત્ર ગાંધીનગરનું જ નહી સમગ્ર રાજયનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા ચાર વર્ષથી મુંબઇ ખાતે એકટીંગ અને મૉડેલિંગ ક્ષેત્રે અનેકવિધ ભૂમિકાઓ અદા કરી છે.
ઉદયમ વી.એલ.એસ. દ્વારા નિર્મિત અને પૃથ્વી રાજકુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ દક્ષિણના ઍવૉર્ડ વિનર લેખક વેટરી મારન દ્વારા લખાયેલ છે કે જેમાં હીરો તરીકે નકુલ અને હીરોઇન તરીકે અવનિ મોદી છે. તેમજ સંગીત એ.આર. રહેમાનના ભાણેજ જી.વી.પ્રકાશએ આપ્યું છે.
આ ફિલ્મ કર્ણાટક, તામિળનાડુ, સિંગાપુર, મલેશિયા જેવા શહેરોના વિવિધ ૩૦૦ થી વધુ સિનેમાગૃહોમાં હાલ રજુ થઇ છે. તેણે લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. હાલ વિદ્યાબાલન, અસીન જેવી દક્ષિણ ભારતની અભિનેત્રીઓ બોલીવુડમાં પદાર્પણ કરી રહી છે. ત્યારે આ ગુજરાતની દીકરીએ દક્ષિણની તામિળ ભાષાની કોલીવુડ ફિલ્મોમાં પદાર્પણ કરી રાજયને ગૌરવ અપાવ્યું છે.
આવો જોઇએ અવનિ મોદીની તસવીરી ઝલક.

ગુજરાતી ગર્લ તામિળ ફિલ્મમાં
અવનિ મોદીનો જન્મ ગાંધીનગર ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્વામીનારાયણ ગુરૂકુળ સે-રર ખાતે, માધ્યમિક શિક્ષણ ચૌધરી સ્કૂલ, સે-૭ ખાતે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ, સે-૮ ખાતે મેળવ્યું હતું. ત્યારબાદ એચ.એલ. કોલેજ, અમદાવાદ ખાતે ગ્રેજયુએશન કર્યું હતું.

ગુજરાતી ગર્લ તામિળ ફિલ્મમાં
નાનપણથી જ એકટીંગ ક્ષેત્રે રસ ધરાવતી આ દીકરીએ અભ્યાસકાળ દરમિયાન ઇ.ટીવીના "ગીત ગુંજન" અને "યુવા સંગ્રામ" કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને એકટીંગને વ્યવસાય તરીકે અપનાવવાના ધ્યેયથી તેમણે મુંબઇની ખ્યાતનામ ઇન્સ્ટીટયુટ કે.એમ. કે. (કિશોર નમીત કપુર) ખાતે એક્ટિંગનો ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરીને મુંબઇમાં જ મૉડેલિંગ ક્ષેત્રે પ્રદાન કર્યું છે.

ગુજરાતી ગર્લ તામિળ ફિલ્મમાં
આગવી ઓળખ પ્રસ્થાપિત કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપની સોની એડવર્ટાઇઝીંગમાં પણ ખાસ મૉડેલિંગ કરેલ છે. જેમાં મુખ્યત્વે એરટેલ કંપનીની એડમાં શાહરુખ ખાન સાથે "પરફેકટ હેર કેર" શૅમ્પૂની એડમાં, તનાજ બખ્તીયાર સાથે અને "સ્ટેફી નાઇટવેર", "શકિત મસાલા", તેમજ અમેરીકાની "રીયલ કોકો વોટર" જેવી અનેક કંપનીની પ્રોડકટસમાં મૉડેલિંગ કરેલ છે. જેના કારણે આજે આ સફળતા મળી છે.

ગુજરાતી ગર્લ તામિળ ફિલ્મમાં
અવનિ મોદીએ યશરાજ બેનરની સોની ટીવી પર આવતી "માહિવે" તેમજ ઝી ટીવીની "સંભવ કયા" ટીવી સીરીયલોમાં પણ અનોખી ભૂમિકા અદા કરી છે.

ગુજરાતી ગર્લ તામિળ ફિલ્મમાં
વીનસ દ્વારા બહાર પડાયેલો અલ્તાફ રાજા સાથે "અશ્કો કી બારાત" ના વિડીયો આલ્બમમાં પણ તેમણે ભૂમિકા અદા કરી છે.

ગુજરાતી ગર્લ તામિળ ફિલ્મમાં
અવનિ મોદીની આગામી સમયમાં હજુ બે નવી તામિળ ફિલ્મો આવનાર છે તેમજ દક્ષિણ ભારતની ફિલ્મોના ચાહકો માટે અવનિ મોદી એ એક પરિચિત ચહેરો બની ચુકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
