લક્ષ્મી સદૈવ મંગલમ્’માં થશે નવા પાત્રની એન્ટ્રી, ધ્યેય મહેતા દેખાશે આ પાત્રમાં
લક્ષ્મી સદૈવ મંગલમ્’માં થશે નવા પાત્રની એન્ટ્રી, ધ્યેય મહેતા દેખાશે આ પાત્રમાં
કલર્સ ગુજરાતીની લોકપ્રિય સિરીયલ 'લક્ષ્મી સદૈવ મંગલમ્'માં નવું ટ્વિસ્ટ આવવા જઈ રહ્યુ છે. લાંબા સમયથી લોકોની પ્રિય બની રહેલી આ સિરીયલમાં એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે, આ પાત્રની એન્ટ્રી સાથે જ સિરીયલની સ્ટોરીમાં પણ નવું ટ્વિસ્ટ જોવા મળશે. સિરીયલના આ નવા પાત્રમાં અમદાવાદી છોકરો ધ્યેય મહેતા જોવા મળશે.

ફરી કલર્સ સાથે ધ્યેય
ફરી એકવાર કલર્સ ગુજરાતીની સિરીયલનો ભાગ બનીને ધ્યેય મહેતા ખૂબ જ ખુશ છે. વન ઈન્ડિયા ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું,'ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રોડ્યુસરને થેન્કફુલ છુ કે મને આ પાત્ર માટે પસંદ કર્યો. મારા પાત્રનું નામ કવિશ છે, જે શ્રુતિના પાત્રના જીવનમાં આવે છે.' પોતાના પાત્ર વિશે વાત કરતા ધ્યેય ખૂબ જ ઉત્સાહિત છે.

કેવું છે નવું પાત્ર ?
ધ્યેયના કહેવા પ્રમાણે તેમના પાત્રની એન્ટ્રીના કારણે સિરીયલના મુખ્ય પાત્રો પર પણ અસર પડશે. અને સ્ટોરીમાં એક નવો જ વળાંક આવશે. અને આ પાત્ર ખૂબ જ જૉલી છે, વાઈબ્રન્ટ છે. જેમ જેમ સ્ટોરી આગળ વધશે, એમ એમ તમને ખ્યાલ આવશે. લક્ષ્મી સદૈવ મંગલમ સિરીયલ લાંબા સમયથી ઘર ઘરમાં લોકપ્રિય બની રહી છે. આ સિરીયલને ચંદર બહલ ડિરેક્ટ કરી રહ્યા છે. તો પ્રોડક્શન હાઉસ ઓશિન એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ સિરીયલ અશ્વિની ગડુ પ્રોડ્યુસ કરી રહ્યા છે.

આ સિરીયલોમાં કરી ચૂક્યા છે કામ
ઉલ્લેખનીય છે કે ધ્યેય મહેતા આ પહેલા પણ કલર્સ ગુજરાતીની સિરીયલ દિકરી વ્હાલનો દરિયો અને સૂરી - સપનાની સવારમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત ધ્યેય સોની ટીવી, બિગ મેજિક જેવી નેશનલ ચેનલ્સ પર લાલ ઈશ્ક, અકબર - રખ્ત સે તખ્ત તક, કુછ રંગ પ્યાર કે એસે ભી, સાવધાન ઈન્ડિયા, ક્રાઈમ એલર્ટ, ખાકી, ખિડકી, ઉમ્મીદ નહી સુબહ કી જેવી સિરીયલ્સમાં પણ અભિયન કરી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
