વિદ્યાની કહાની બનશે International, ઉદય ડેઇટી નામે બનાવેશ રીમેક
મુંબઈ, 25 જુલાઈ : બૉલીવુડ અભિનેત્રી અને મહિલા આઇકૉન વિદ્યા બાલન અભિનીત કહાની ફિલ્મ તો યાદ જ હશે. વિદ્યાના બૉલીવુડ કૅરિયરની કેટલીક સીમાચિહ્ન રૂપ મહત્વની ફિલ્મોમાં કહાનીની અવગણના કરી શકાય ખરી? સુજોય ઘોષ દિગ્દર્શિત કહાની ફિલ્મ પોતાની રીતે સુપરહિટ તો હતી જ, પણ ફિલ્મમાં વિદ્યા બાલનના અભિનયના પણ ચારેબાજુ વખાણ થયા હતાં.
વિદ્યા બાલન ઉપરાંત પરમ્બ્રત ચૅટર્જી તથા ઇમરાન હાશમી પણ હતા કહાનીમાં. આ બૉલીવુડ ફિલ્મે હિન્દી સિનેમામાં સફળતાના જે પરચમ લહેરાવ્યા, તે કોઈનાથી પણ અજાણ નથી. ભારતમાં કહાની ફિલ્મ સુપરહિટ રહી અને લોકોએ ફિલ્મની વાર્તાને પણ ખૂબ વખાણી, પરંતુ બૉલીવુડ ફિલ્મ હોવાના કારણે તે માત્ર ભારત પુરતી જ સીમિત રહી, તે વાત સ્વાભાવિક છે. હકીકતમાં કહાની જેવી ફિલ્મનો લ્હાવો આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌને મળવો જોઇએ.
કદાચ આ જ વાત ઉદય ચોપરા પણ વિચારતા હશે કે જેઓ હાલમાં બૉલીવુડથી દૂર હૉલીવુડમાં સક્રિય છે અને એટલે જ તેમણે કહાનીને ઇંટરનેશનલ બનાવવાની જાહેરાત પણ કરી દીધી છે. હા જી, વિદ્યા બાલનની કહાનીની હવે હૉલીવુડ રીમેક બનશે અને તેનું નામ હશે ડેઇટી.
ચાલો કહાની ફિલ્મની તસવીરો સાથે જાણીએ રીમેક ડેઇટીની કહાની :

શું હતી કહાની?
કહાની એક બૉલીવુડ થ્રિલર ફિલ્મ હતી. કહાની 1993ની હૉલીવુડ ફિલ્મ ડિસેપ્શનનો પડછાયો હતી. એન્ડી મૅકડોવેલ, લિયામ નીસન તથા વિગો મોર્ટિન્સન અભિનીત ડિસેપ્શનની સ્ક્રિપ્ટમાં થોડાક પરિવર્તન કરી સુજોય ઘોષિત કહાની બનાવી હતી કે જેમાં વિદ્યા બાલન, પરમબ્રત ચૅટર્જી તથા ઇમરાન હાશમી લીડ રોલમાં હતાં.

વાયઆરએફ બનાવશે હૉલીવુડ રીમેક
ભારતીય ફિલ્મ નિર્માણ કમ્પની યશ રાજ ફિલ્મ્સની આંતરરાષ્ટ્રીય શાખા વાયઆરએફ એંટરટેનમેંટે આજે આંતરરાષ્ટ્રીય દર્શકો માટે કહાનીની રીમેક બનાવવાની જાહેરાત કરી છે.

ડેઇટી નામ હશે
કહાની ફિલ્મની હૉલીવુડ રીમેક ફિલ્મનું નામ હશે ડેઇટી.

દિગ્દર્શક નીલ્સ આર્ડન ઑપ્લેવ
કહાનીની રીમેક ડેઇટીનું દિગ્દર્શન નીલ્સ આર્ડન ઑપ્લેવ કરશે. નીલ્સ ધ ગર્લ વિથ ધ ડ્રૅગન ટૅટુના દિગ્દર્શન માટે ખૂબ પ્રસિદ્ધિ મેળવી ચુક્યાં છે.

જૉસ-રિચર્ડ સ્ક્રિપ્ટ રાઇટર
ડેઇટીની સ્ક્રિપ્ટ જૉસ રિવેરા (ધ મોટરસાયકલ ડાયરીઝ) અને રિચર્ડ રેગન (તહેરાન)ને લખી છે.

પતિની શોધમાં પત્નીની વાર્તા
ડેઇટી પોતાના પતિની શોધમાં કોલકાતા આવનાર એક મહિલાની રોમાંચક વાર્તા છે.

શૂટિંગ કોલકાતામાં
ડેઇટીનું શૂટિંગ આવતા વર્ષે ફેબ્રુઆરી-2015માં શરૂ થશે. ફિલ્મનું શૂટિંગ કોલકાતા ખાતે થશે.

ઉદયનો વિશ્વાસ
વાયઆરએફ એંટરટેનમેંટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ઉદય ચોપરાને વિશ્વાસ છે કે કહાનીને ડેઇટીમાં ફેરવવા માટે નીલ્સ એકદમ યોગ્ય દિગ્દર્શક છે.

વિદ્યાની યાદગાર ફિલ્મ
વિદ્યાના બૉલીવુડ કૅરિયરની કેટલીક સીમાચિહ્ન રૂપ મહત્વની ફિલ્મોમાં કહાનીની અવગણના કરી શકાય ખરી? સુજોય ઘોષ દિગ્દર્શિત કહાની ફિલ્મ પોતાની રીતે સુપરહિટ તો હતી જ, પણ ફિલ્મમાં વિદ્યા બાલનના અભિનયના પણ ચારેબાજુ વખાણ થયા હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
