Pics : દીવાનોં કે નામ રહી ‘યે જવાની...’
મુંબઈ, 1 જૂન : અયાન મુખર્જી દિગ્દર્શિત યે જવાની હૈ દીવાની ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ ગઈ. આ એક એવી પ્રણય-કથા છે કે જે જોયા બાદ લોકોને કેટલીક એવી જ પ્રણય-કથા પોતાના જીવનમાં પણ જોઇશે. એટલું નક્કી છે કે ફિલ્મ જોયા બાદ આપ રણબીર કપૂરના ફૅન જરૂર થઈ જશો, કારણ કે તેમની એક્ટિંગ જ કંઈક એવી છે. ખામોશ રહીને પણ જો રણબીર કપૂર કોઈ ફિલ્મ હિટ કરાવી શકતા હોય, તો પછી યે જવાની હૈ દીવાની ફિલ્મમાં તો તેમની પાસે કહેવા અને કરવા માટે ઘણું બધું હતું.
પરંતુ એક વાત જે ખટકી, તે એ હતી કે આપણાં આશિકી 2 ફૅમ હીરો એટલે કે આદિત્ય રૉય કપૂરને ફિલ્મમાં સાઇડ રોલમાં કંઈક વધારે જ સાઇડ કરી દેવાયાં કે તેઓ આઉટ ઑફ ફોકસ થઈ ગયાં. બનીના સૌથી સારા મિત્ર અવિ એટલે આદિત્યને ફિલ્મમાં અનેક સીન્સ અપાયાં, પણ દરેક સીનમાં રણબીરની એન્ટ્રી આદિત્યને ક્યાંકને ક્યાંક ઢાંકી દે છે. બીજી બાજુ અદિતી એટલે કે કલ્કી કોચલીનનો રોલ છે તો સારે, પણ ફિલ્મમાં અનેક જગ્યાએ શું અને કેમ કરે છે? સમજાતું નથી.
કોઈ ફિલ્મની સફળતાનો શ્રેય સામાન્ય રીતે કોઈ એકને જ જાય છે. કાં તો એક્ટર કાં તો એક્ટ્રેસ, પણ એમ કહેવું ખોટું નથી કે યે જવાની હૈ દીવાની ફિલ્મની સફળતાનો શ્રેય જો કોઈને જતો હોય, તો તે છે દીપિકા પાદુકોણે અને રણબીર કપૂરની જોડીને. આખરે આ જોડીની જવાનીએ સૌને દીવાના બનાવી જ દીધાં. એમ પણ બંનેની ઝિંદગીની વાર્તા પણ કંઈક ફિલ્મની જેમ જ ઉતાર-ચડાવ ભરેલી રહી છે. મળવું-જુદા થવું અને પનઃ મળવું. આ બધું જ છે ફિલ્મમાં.

જોડી છે હિટ
રણબીર-દીપિકાની જોડીએ ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જ દીવાના બનાવી દીધા હતાં. ફિલ્મે લોકોને અગાઉથી જ પોતાની સાથે જોડી લીધા હતાં. લોકોએ રણબીર-દીપિકાના જીવનને જ ફિલ્મની વાર્તા સમજી લીધુ અને તેથી જ ફિલ્મ અંગે લોકોમાં ભારે ક્રેઝ હતો.

બ્રેક-અપના કારણે ચર્ચા
રણબીર-દીપિકાના બ્રેક-અપ બાદ પ્રથમ ફિલ્મ હોવાથી ચર્ચામાં હતી. બંનેની જોડી લોકોને અગાઉથી જ ગમતી હતી, પણબ્રેક-અપ બાદ લોકોને લાગ્યુ હતું કે આ જોડી હવે બીજી વાર ક્યારેય નહિં દેખાય.

જવાની દીવાનીમાં કંઈ નવું નથી
જોકે ફિલ્મની વાર્તા લીક સે હટકે નથી, પણ વાર્તામાં થોડુંક નવાપણું નાંખવામાં આવ્યું છે. ફિલ્મ જોઈ આને લાગશે કે આપ આ વાર્તા અગાઉ ક્યાંક જોઈ ચુક્યાં છો, પણ ફિલ્મમાં અનેક સ્થાને કંઈક રિપીટ જેવું જરૂર અનુભવાશે.

યે રિશ્તા કામ કર જાયેગા
દરેક નિર્માતા-દિગ્દર્શક આજકાલ પોતાની ફિલ્મનું હટ કે પ્રમોશન કરવાનો પ્રયત્ન કરે છે. કરણ જૌહર અને અયાન મુખર્જીએ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા કંઈ નવું કરવુ પડ્યું નહીં, કારણ કે ફિલ્મમાં એવી જોડી હતી કે જે પોતાની જાતમાં જ પ્રમોશનની રીત બની ગઈ.

આદિત્ય-કલ્કી સાઇડ એક્ટર્સ
આશિકી 2થી સ્ટાર બનનાર આદિત્ય રૉય કપૂર આ ફિલ્મમાં સાઇડ રોલમાં છે, પણ આદિત્ય અને કલ્કી કોચલીન બંનેને સાઇડલાઇન કરી રણબીર-દીપિકાને જ સફળતા મળી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
