Year Ender 2021: ડ્રગ્સ કેસથી લઈને મની લૉન્ડ્રિંગ સુધી, બૉલિવુડની 5 હીરોઈન જેના પર આ વર્ષે લાગ્યા સંગીન આરોપ
આવો, અમે તમને બૉલિવુડની એ 5 અભિનેત્રીઓ વિશે જણાવીએ જેના પર આ વર્ષે ડ્ર્ગ્સ કેસથી લઈને મની લૉન્ડ્રિંગ સુધીના સંગીન આરોપ લાગ્યા છે.
મુંબઈઃ વર્ષ 2021 હવે થોડા દિવસમાં જ ખતમ થવાનુ છે. આ વર્ષ કોરોના વાયરસની બીજી લહેરના કારણે કંઈ ખાસ ન રહ્યુ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ આ વર્ષ કંઈ ખાસ નથી રહ્યુ. આ વર્ષે પણ આપણે ઘણી સેલિબ્રિટીઓને ગુમાવી દીધી. વળી, ઘણી સેલિબ્રિટીઓ આ વર્ષે કાનૂની કેસના કારણે ચર્ચામાં રહી. કોઈ ડ્ર્ગ્સ કેસમાં તો કોઈ મની લૉન્ડ્રિંગ કેસમાં ફસાયુ છે. તો આવો, અમે તમને બૉલિવુડની એ 5 અભિનેત્રીઓ વિશે જણાવીએ જેના પર આ વર્ષે ડ્ર્ગ્સ કેસથી લઈને મની લૉન્ડ્રિંગ સુધીના સંગીન આરોપ લાગ્યા છે.

આર્યન ખાનના કારણે ડ્ર્ગ્સ કેસમાં ફસાઈ અનન્યા પાંડે
મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)એ એનડીપીસી એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. આર્યન ખાનની ધરપકડ બાદ આ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડેનુ પણ નામ સામે આવ્યુ. એનસીબીને આર્યન ખાનના ફોનમાં ડ્ર્ગ્સને લઈને અમુક ચેટ મળી જેમાં અનન્યા પાંડેનુ પણ નામ સામે આવ્યુ. ત્યારબાદ અનન્યા પાંડેને એનસીબીએ ડ્ર્ગ્સ કેસમાં પૂછપરછ માટે બે-ત્રણ રાઉન્ડમાં બોલાવી હતી. જો કે આર્યન ખાન હાલમાં આ કેસમાં જામીન પર બહાર છે અને એનસીબી કેસની તપાસ કરી રહી છે.

જેકલીનને કૉનમેન સુકેશે આપી કરોડોની ગિફ્ટ, ઈડીના રડાર પર છે અભિનેત્રી
બૉલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ હાલમાં ઈડીની રડાર પર છે. કૉનમેન્ સુકેશ ચંદ્રશેખર પર જૂન 2020થી મે 2021 વચ્ચે એક બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં તપાસ બાદ જાણવા મળ્યુ કે સુકેશ ચંદ્રશેખરે કરોડોની ગિફ્ટ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસને આપી છે. જેકલીનના અમુક પ્રાઈવેટ ફોટા પણ સુકેશ સાથે વાયરલ થયા છે. ઈડીના જણાવ્યા મુજબ જેકલીન ફર્નાન્ડીસને ડિસેમ્બર 2020થી ઓગસ્ટ 2021 વચ્ચે સુકેશ ચંદ્રશેખરે 10 કરોડ રૂપિયાથી વધુની ગિફ્ટ આપી હતી. આ ઉપરાંત સુકેશે જેકલીનને બે લક્ઝરી કાર, 10 ડાયમંડ ઈંયરિંગ્ઝ સહિત ઘણા ઘરેણા આપ્યા હતા. આ કેસમાં ઈડીએ જેકલીનની ઘણી વાર પૂછપરછ માટે બોલાવી છે અને દેશ ન છોડવા માટે આદેશ આપ્યા છે.

નોરા ફતેહી પણ ઈડીના રડાર પર
ઈડીના રડાર પર જેકલીન ફર્નાન્ડીસ ઉપરાંત નોરા ફતેહી પણ છે. નોરા ફતેહી પર પણ સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયા પૉલ પાસેથી બીએમડબ્લ્યુ કાર ગિફ્ટ લેવાનો આરોપ છે. ઈડીનો આરોપ છે કે આ ગિફ્ટ્સને કથિત રીતે બળજબરીતી વસૂલીના પૈસાથી ખરીદવામાં આવી હતી. રિપોર્ટ મુજબ નોરા ફતેહીને સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયા પૉલે બીએમડબ્લ્યુ કાર ગિફ્ટ કરી હતી. જો કે હવે નોરા ચેન્નઈમાં એક શો કરવાના બદલામાં આપવામાં આવેલી કામ અને અન્ય ગિફ્ટને પાછી આપવા માટે રાજી થઈ ગઈ છે.

પનામા પેપર્સમાં ફરીથી શરુ થઈ ઐશ્વર્યા રાયની પૂછપરછ
બૉલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને ડિસેમ્બર 2021માં ઈડીના સમનનો સામનો કરવો પડ્યો. ઈડીએ ઐશ્વર્યા રાયની લગભગ 6 કલાક સુધી પનામા પેપર્સ લીક મામલે પૂછપરછ કરી છે. ઐશ્વર્યા રાય પર ફેમા હેઠળ વિદેશોમાં સંપત્તિ જમા કરાવવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે પનામા પેપર્સ લીકમાં દેશના લગભગ 500થી વધુ લોકોના નામ છે. આમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનુ પણ નામ છે. આ 500 લોકોમાંથી નેતા, અભિનેતા, ખેલાડી, બિઝનેસમેન એમ દરેક પ્રકારના લોકોના નામ છે. આ બધા લોકો પર ટેક્સની હેરાફેરી કરવાનો આરોપ છે.

કંગના વિરુદ્ધ જાવેદ અખ્તર માનહાની કેસ
કંગના રનોત આ આખુ વર્ષ પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચાઓમાં રહી છે. કંગના પર તેના નિવેદનોને લઈને દેશદ્રોહનો પણ કેસ થયો છે. પરંતુ કંગના રનોત આ વર્ષે જાવેદ અખ્તર દ્વારા કરવામાં આવેલ માનહાની કેસને લઈને ઘણી ચર્ચાઓમાં રહી. વર્ષ 2020માં કંગના રનોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલ કેસમાં વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ દરમિયાન કંગના રનોતે જાવેદ અખ્તરને લઈને પણ ઘણા પ્રકારના વિવાદિત નિવેદન આપ્યા હતા. જે બાદ જાવેદ અખ્તરે કંગના રનોત પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસને લઈને વર્ષ 2021માં કંગના રનોત કોર્ટમાં પણ હાજર થઈ ચૂકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
