Year Ender 2023: વર્ષ 2023માં આ સ્ટાર્સના ઘરે બંધાયા પારણા, આ અભિનેત્રી બની ગઈ કુંવારી મા
Bollywood Pregnancy 2023: વર્ષ 2023 સિનેમા જગત માટે ખૂબ જ ખાસ હતું. અમુક સેલિબ્રિટીએ લગ્ન કરીને વસાવ્યુ જ્યારે અમુકના ઘરે પારણાં બંધાયા.
આ લિસ્ટમાં કેટલીક એવી હસ્તીઓ છે જેમણે લગ્નની સાથે જ પ્રેગ્નન્સીના સારા સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતા. ચાલો જાણીએ એ સ્ટાર્સ વિશે જેઓ આ વર્ષે પેરેન્ટ્સ બન્યા છે.

રામચરણ અને ઉપાસના
રામચરણ અને ઉપાસનાના ઘરે લક્ષ્મીનું આગમન થયું છે. હા, 20 જૂન 2023ના રોજ ઉપાસનાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે લગ્નના 11 વર્ષ બાદ બંને માતા-પિતા બન્યા બાદ ખૂબ જ ખુશ હતા. રામચરણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે.
ગૌહર ખાન અને ઝૈદ દરબાર
બી-ટાઉનની ફેમસ એક્ટ્રેસ ગૌહર ખાન અને તેના પતિ ઝૈદ દરબારના ઘરે એક નાનકડા મહેમાનનુ આગમન થયુ હતુ. અભિનેત્રીએ 10 મે 2023ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. જેની જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર કરી હતી. બંને નવા માતા-પિતા બનીને ખૂબ ખુશ હતા. જો કે, અભિનેત્રી તેના પુત્રના જન્મના થોડા દિવસો પછી જ અભિનયમાં પાછી આવી હતી. જાણવા મળે છે કે ગૌહર અને ઝૈદે વર્ષ 2020માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
ઈશિતા દત્તા અને વત્સલ સેઠ
ફિલ્મ 'દ્રશ્યમ'ની પ્રખ્યાત અભિનેત્રી ઈશિતા દત્તાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. 19 જુલાઈના રોજ ઈશિતા અને પ્રખ્યાત અભિનેતા વત્સલ સેઠ માતા-પિતા બન્યા હતા.
સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ
બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને રાજકારણી ફહાદ અહેમદે આ વર્ષે માર્ચમાં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ તેમણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી જેના કારણે તે ખરાબ રીતે ટ્રોલ થઈ હતી. અભિનેત્રીએ 23 સપ્ટેમ્બર 2023ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. જેનું નામ રાબિયા રાખવામાં આવ્યું હતું. તેણે હૉસ્પિટલમાંથી એક ફોટો શેર કરીને ચાહકોને ખુશખબર આપી.
ઇલિયાના ડી'ક્રૂઝ
બૉલિવુડ અભિનેત્રી ઇલિયાના ડી'ક્રૂઝ આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. તેણે લગ્ન કર્યા વગર જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. ઇલિયાનાએ 1 ઓગસ્ટ 2023ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે પોતાના પુત્રની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને ચાહકોને માહિતી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
