Best Web Series 2022: વર્ષની સૌથી શાનદાર અને જોવાલાયક વેબ સીરિઝ, જોવાની બાકી હોય તો જોઈ લો
વર્ષ 2022માં કઈ વેબસીરિઝે દર્શકોનુ ભરપૂર મનોરંજન કર્યુ? આવો જાણીઓ આખી યાદી.
Year Ender 2022 Web Series: વર્ષ 2022માં ઓટીટીએ દર્શકોનુ ભરપૂર મનોરંજન કર્યુ. આખુ વર્ષ કૉમેડી, ફેમિલી ડ્રામાથી લઈને ક્રાઈમ અને થ્રિલર સુધી દરેક જૉનરની વેબ સીરિઝે વર્ષ 2022માં ટૉપ રેટિંગ મેળવ્યુ. એમાંય અમુક વેબ સીરિઝ તો IMDb રેટિંગમાં પણ ત્રણ સ્ટાર મેળવી ચૂકી છે. મોટા પડદે ભલે તેમના જગ્યા ના મળી પરંતુ ટીવી અને મોબાઈલ પર તેમણે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી. આવો જાણીએ, વર્ષની આ શાનદાર અને જોવાલાયક વેબ સીરિઝ અને 2 ફિલ્મો વિશે જેને તમારે એક વાર જોવી જોઈએ.

પંચાયત 2
પંચાયત 2 વેબ સીરિઝમાં જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુબીર યાદવ સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. તે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી હતી. આ વેબ સીરિઝમાં પંચાયતના વડા અને ગ્રામ્ય અધિકારી વચ્ચેની વાર્તા બતાવવામાં આવી હતી. આ ઉપરાંત, ફેન્સને પંચાયત 3 માટે ઉત્સાહિત રાખીને સીરિઝ સમાપ્ત થઈ. પરિવાર, સમાજ અને રાજનીતિના રંગોથી સજાવેલી આ સીરિયલ જોવી જ જોઈએ.

ગુલક સિઝન 3
જમીલ ખાન, ગીતાંજલિ કુલકર્ણી અને અન્ય કલાકારો અભિનિત, આ સીરિઝ એક પારિવારિક વાર્તા છે. જે દર્શાવે છે કે પિગી બેંકમાં ખુશીને કેવી રીતે સજાવવામાં આવે છે. તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ પરિવાર હંમેશા એકજૂટ રહે છે. તમે સોની લિવ પર આ સીરિઝ જોઈ શકો છો. નાના પરિવારની આ મોટી કહાની તમારા દિલને સ્પર્શી જશે.

દિલ્લી ક્રાઈમ સિઝન 2
વર્ષ 2022ની સર્વશ્રેષ્ઠ વેબ સિરીઝનુ નામ આવે અને દિલ્લી ક્રાઈમ સિઝન 2નુ નામ સામેલ ન થાય એવી ના બની શકે. શેફાલી સહર અને આદિલ હુસૈનની આ સીરિઝમાં રસિકા દુગ્ગલે પણ પોતાનો દમ બતાવ્યો છે. આ વર્ષની એક મસ્ટ વોચ સીરિઝ છે.

ડાર્લિગ્ઝ
આલિયા ભટ્ટ અને શેફાલી શાહની ડાર્લિગ્ઝ પણ તમારે જોવી જોઈએ. જ્યાં ઘરેલુ હિંસાની ખૂબ જ રસપ્રદ કહાની રજૂ કરવામાં આવી છે. આ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે જે તમે Netflix પર જોઈ શકો છો. આલિયા ભટ્ટની ડિલિવરી અને ડાયલોગ ડિલિવરી તમારુ દિલ જીતી લેશે.

સાસ બહુ ઓર આચાર પ્રાઈવેટ લિમિટડ
ઝી5ની આસીરિઝ એવરગ્રીન છે. જ્યાં તેના પૂર્વ પતિ પાસેથી બાળકો મેળવવા માટે એક મહિલા કેવી રીતે અથાણાં દ્વારા પોતાનો વ્યવસાય સેટ કરે છે. આ સીરિઝની હૃદય સ્પર્શી વાર્તા આની આસપાસ ફરતી જણાય છે.

ફ્રેડી
કાર્તિક આર્યનની ફ્રેડી હાલમાં જ રીલિઝ થઈ છે. આ વાર્તા એક એવા ડૉક્ટરની છે જે પોતાના જીવનસાથીની શોધમાં છે. તમને આ વાર્તામાં રોમાન્સ, ડ્રામા અને થ્રિલરનો સંપૂર્ણ ડોઝ મળશે. આ ઉપરાંત કાર્તિક આર્યનનુ આવુ પાત્ર આ પહેલા ક્યારેય જોવા મળ્યુ નથી.

જામતાડા સિઝન 2
નોટબંધીમાં છેતરપિંડી કરવાની નવી રીત જામતાડા સિઝન 2ની કહાનીને રાજકીય વળાંક આપે છે. જ્યાં બદલાની કહાની આ સિઝનને અંત સુધી ખૂબ જ રસપ્રદ રાખે છે. તમે આ સીરિઝ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
