યામી ગૌતમ પાસે છે કરોડોની પ્રોપર્ટી, કાર કલેક્શન અને સંપત્તિ જાણી ઉડી જશે હોશ

Yami Gautam Net Worth: બૉલિવુડ અભિનેત્રી યામી ગૌતમ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. યામી ગૌતમ અને તેના પતિ આદિત્ય ધરે આજે એટલે કે 20 મે 2024ના રોજ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જણાવ્યું કે તેઓ એક પુત્રના માતા-પિતા બન્યા છે. આ સાથે દંપત્તિએ લોકોને જણાવ્યું કે, તેમણે તેમના પુત્રનું નામ વેદવિડ રાખ્યું છે.

તમને જણાવી દઈએ કે યામી ગૌતમ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. યામી ગૌતમે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. આ પહેલા તે ઘણી મોટી બ્રાન્ડ માટે મોડલિંગ કરતી હતી. યામી ગૌતમે સખત મહેનત કરીને આજે આ સ્થાન હાંસલ કર્યું છે.

Yami Gautam

ડીએનએ રિપોર્ટ અનુસાર યામી ગૌતમની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયાની આસપાસ છે. ફિલ્મો ઉપરાંત, અભિનેત્રી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને પ્રમોશનલ સોશિયલ મીડિયા પોસ્ટ્સથી પણ સારી કમાણી કરે છે. યામી એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

યામી ગૌતમ પાસે મુંબઈના બાંદ્રામાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે. તે આ એપાર્ટમેન્ટમાં તેના ફિલ્મ મેકર પતિ આદિત્ય ધર સાથે રહે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યામી ગૌતમ અને આદિત્ય ધરનું ઘર ખૂબ જ લક્ઝુરિયસ છે. આ દંપત્તિએ તેમના ઘરમાં ઘણા વૃક્ષો અને છોડ વાવ્યા છે. આ ઉપરાંત તેમના ઘરમાં ઘણી પ્રાચીન વસ્તુઓ પણ છે.

મુંબઈમાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ સિવાય યામી ગૌતમે રિયલ એસ્ટેટમાં પણ ઘણું રોકાણ કર્યું છે. તેમની પાસે ચંદીગઢમાં લક્ઝુરિયસ ડુપ્લેક્સ હાઉસ છે જેની કિંમત 2 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યામી પાસે હિમાચલ પ્રદેશના ગૌહર ગામમાં 25 એકર જમીન પણ છે.

પ્રોપર્ટી સિવાય યામી ગૌતમને લક્ઝરી કારનો પણ શોખ છે. અભિનેત્રી પાસે બે ઑડી કાર છે જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય તેણે થોડા સમય પહેલા Audi Q7 પણ ખરીદી છે જેની કિંમત 90 લાખ રૂપિયા છે. યામીના કાર કલેક્શનમાં BMW X7 સામેલ છે. આ શાનદાર અને લક્ઝરી કારની કિંમત કરોડોમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X