Pray To Parmatma : આ છે 2014ની ‘બોકવાસ’ ફિલ્મો, 2015માં ન આવે આવી 15 ફિલ્મો!
મુંબઈ, 9 ડિસેમ્બર : વર્ષ 2014 પૂર્ણ થવાના આરે છે. વીસેક દિવસ બાદ આ વર્ષ જતુ રહેશે. આ વર્ષને બૉલીવુડ ફિલ્મોની દૃષ્ટિએ જોઇએ, તો અનેક એવી ફિલ્મો રહી કે જે આપણને વર્ષોવર્ષ યાદ રહેશે, પરંતુ ઘણી એવી ફિલ્મો પણ આવી કે જે આપણા માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઈ.
બહુ દૂર જવાની ક્યાં જરૂર છે. મૅરી કોમ સ્ટાર પ્રિયંકા ચોપરા વિશે વાત નિકળે, તો બર્ફીથી લઈ અનેક સફળ ફિલ્મો યાદ આવી જાય છે, પરંતુ જ્યારે વાત તેમની બહેનની હોય, તો ઝિદ યાદ આવી જાય છે. અત્યંત બોલ્ડ ડેબ્યુ કરનાર પ્રિયંકાના બહેન બાર્બી હાંડા ઉર્ફે મન્નારાની ફિલ્મ ઝિદ આ વર્ષની સુપર ફ્લૉપ ફિલ્મોમાં જોડાઈ ગઈ, તો તે અગાઉ હમશકલ્સ, ક્રીચર 3ડી જેવી અનેક ફિલ્મો એવી આવી કે જેને દર્શકોએ બકવાસ ગણી ફગાવી દીધી.
ચાલો તસવીરો સાથે જોઇએ વર્ષ 2014ની 15 બકવાસ ફિલ્મો :

ગુન્ડે
અબ્બાસ ઝફર દિગ્દર્શિત ગુન્ડે એક્શન થ્રિલર ફિલ્મ હતી કે જેમાં રણવીર સિંહ, અર્જુન કપૂર, પ્રિયંકા ચોપરા અને ઇરફાન ખાન લીડ રોલમાં હતાં. ગુન્ડે નિષ્ફળ ફિલ્મ રહી.

બેવકૂફિયાં
નૂપુર અસ્થાના દિગ્દર્શિત બેવકૂફિયાં રોમાંટિક કૉમેડી ફિલ્મ હતી. ફિલ્મમાં સોનમ કપૂર, આયુષ્માન ખુરાના અને ઋષિ કપૂર લીડ રોલમાં હતાં.

ઢિશકિયાઉં
નવોદિત સનમજીત સિંહ તલવાર દિગ્દર્શિત ઢિશકિયાઉં ફિલ્મનું નિર્માણ શિલ્પા શેટ્ટીએ કર્યુ હતું. ફિલ્મમાં સન્ની દેઓલ, હરમન બાવેજા, નવોદિત આયેશા ખન્ના, આદિત્ય પંચોલી અને પ્રશાંત નારાયણ લીડ રોલમાં હતાં.

મૈં તેરા હીરો
ડેવિડ ધવન દિગ્દર્શિત એક્શન કૉમેડી ફિલ્મ મૈં તેરા હીરોમાં વરુણ ધવન, ઇલિયાના ડીક્રૂઝ તેમજ નરગિસ ફખરી લીડ રોલમાં હતાં.

રિવૉલ્વર રાણી
ક્વીન દ્વારા છવાઈ જનાર કંગના રાણાવતની રિવૉલ્વર રાણી સુપર ફ્લૉપ ફિલ્મ રહી. સાઈ કબીર દિગ્દર્શિત રિવૉલ્વર રાણીમાં કંગના સાથે વીર દાસ, પિયૂષ મિશ્રા, ઝાકિર હુસૈન તથા પંકજ સારસ્વત પણ હતાં.

ધ એક્સપોઝ
અનંત મહાદેવન દિગ્દર્શિત ધ એક્સપોઝ ફિલ્મમાં હિમેશ રેશમિયા, સોનાલી રાઉત અને ઝોયા અફરોઝ લીડ રોલમાં હતાં. ઇરફાન ખાન તેમજ હની સિંહે વિશેષ અતિથિ ભૂમિકાઓ બજવી હતી.

કોચાદઇયાં
બહુભાષી ફિલ્મ કોચાદઇયાંનું દિગ્દર્શન સૌંદર્યા આર અશ્વિને કર્યુ હતું. સૌંદર્યાના પિતા રજનીકાંત, દીપિકા પાદુકોણે, આદિ તેમજ જૅકી શ્રૉફ લીડ રોલમાં હતાં.

ફગલી
કબીર સદાનંદ દિગ્દર્શિત ફગલી ફિલ્મમાં જિમી શેરગિલ, મોહિત મારવાહ, વિજેન્દર સિંહ, આરિફ લાંબા તથા કાયરા અડવાણી લીડ રોલમાં હતાં.

હમશકલ્સ
સાજિદ ખાન દિગ્દર્શિત હમશકલ્સ કૉમેડી ફિલ્મ હતી. સૈફ અલી ખાન, રામ કપૂર તથા રીતેશ દેશમુખ ટ્રિપલ રોલમાં હતાં, તો તમન્ના ભાટિયા, એશા ગુપ્તા અને બિપાશા બાસુના ગ્લૅમરનો તડકો પણ હતો.

લેકર હમ દીવાના દિલ
આરિફ અલી દિગ્દર્શિત લેકર હમ દીવાના દિલ રાજ કપૂરના દોહિત્ર અરમાન જૈનની ડેબ્યુ ફિલ્મ હતી. ફિલ્મમાં દીક્ષા સેઠ પણ હતાં.

રાજા નટવરલાલ
કુણાલ દેશમુખ દિગ્દર્શિત રાજા નટવરલાલમાં ઇમરાન હાશમી, હુમૈમા મલિક, પરેશ રાવલ, કે કે મેનન તથા દીપક તિજોરી લીડ રોલમાં હતાં.

ક્રીચર 3ડી
વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ક્રીચર 3ડી પણ ફ્લૉપ ફિલ્મ હતી કે જેમાં બિપાશા બાસુ અને ઇમરાન અબ્બાસ નકવી લીડ રોલમાં હતાં.

રોર
કમલ સદાના લિખિત-દિગ્દર્શિત રોર ફિલ્મમાં અભિનવ શુક્લા, હિમર્ષ વેંકટસ્વામી, અચિંત કૌર, સુબ્રત દત્તા, નોરા ફતેહી, અલી કુલી મિર્ઝા, આદિલ ચહલ, વરિન્દર સિંહ ગુમાન, આરન ચૌધરી, પ્રણય દીક્ષિત તેમજ પુલકિત જવાહર લીડ રોલમાં હતાં.

ધ શૌકીન્સ
અભિષેક શર્મા દિગ્દર્શિત ધ શૌકીન્સ શૌકીનની રીમેક હતી. રીમેકમાં અન્નુ કપૂર, પિયૂષ મિશ્રા તથા અનુપમ ખેર, અક્ષય કુમાર અને લીઝા હૅડન લીડ રોલમાં હતાં.

ઝિદ
ઇરોટિક થ્રિલર ફિલ્મ ઝિદનું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રીએ કર્યુ હતું. ફિલ્મમાં કરણવીર શર્મા, મન્નારા ચોપરા ઉર્ફે બાર્બી હાંડા તથા શ્રદ્ધા દાસ લીડ રોલમાં હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
