રિષભ પંત સાથે લગ્ન કરશે ઉર્વર્શી રૌતેલા? લોકો સામે કહી દીધી દિલની વાત

રિષભ પંતને લઈને વિવાદોમાં રહ્યાબાદ હવે ફરીથી ઉર્વર્શી રૌતેલા ચર્ચામાં આવી છે. રિષભ પંતની ફિલ્ડ પર એન્ટ્રી થતા જ હવે ઉર્વર્શી પણ લાઈમલાઈટમાં આવી છે.

ફેન્સ રિષભ પંતની વાપસીથી ખુશ છે. આનો પુરાવો દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેના મુકાબલા દરમિયાન મેદાન પર જોવા મળ્યો.

Rishabh Pant

જણાવી દઈએ કે, ભયાનક માર્ગ અકસ્માતના 453 દિવસ બાદ રિષભ પંત મેદાન પર પરત ફર્યો છે. આખું મેદાન પંત-પંતના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પરંતુ બીજી તરફ પંતના કારણે ફરી એકવાર મોડલ-એક્ટ્રેસ ઉર્વશી રોતેલા ચર્ચામાં છે.

ઉર્વશી અને પંત વચ્ચે ડેટિંગના સમાચાર ઘણા સમયથી હેડલાઇન્સમાં છે, જો કે એવું કહેવામાં આવે છે કે ઉર્વશીને ક્રિકેટરમાં રસ છે પરંતુ પંતની તરફથી એવું કંઈ નથી. તે ઈશા નેગી સાથે પ્રેમ છે અને બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

જો કે ઉર્વશીના શબ્દો પરથી એવું લાગે છે કે તેણી અને રિષભ વચ્ચે એક સમયે સંબંધ હતો અને તે હજુ પણ તેની સાથેના સંબંધો જાળવી રાખવા માંગે છે. જો કે બંનેમાંથી કોઈએ ક્યારેય ખુલ્લેઆમ કંઈપણ સ્વીકાર્યું નથી. ઉર્વશી અને રિષભ બંને ઉત્તરાખંડના છે તેથી તેમના લિંકઅપના સમાચાર હેડલાઇન્સ બને છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન ઉર્વશીએ ફરી પંત વિશે આવી પ્રતિક્રિયા આપી.ઉર્વશી ઈન્ટરવ્યુમાં ફેન્સના સવાલોના જવાબ આપી રહી હતી, આ દરમિયાન એક ફેને તેને મેસેજ આપ્યો હતો કે મૅમ રિષભ પંત તમને ખૂબ પસંદ કરે છે, જો તમે તેની સાથે લગ્ન કરશો તો અમને ખુશી થશે.

આ સવાલ સાંભળીને ઉર્વશીએ પોતાનો ચહેરો સંકોચાવ્યો અને કહ્યું - 'નો કમેન્ટ. જો કે તે આવું કહીને પંત મુદ્દે પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, તેમ છતાં તે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ અને કેટલાક લોકોએ તેને આ માટે ટ્રોલ પણ કરવાનું શરૂ કરી દીધું.

જણાવી દઈએ કે, 2022 માં એક ટીવી ઇન્ટરવ્યુમાં રિષભ પંતનું નામ લીધા વિના ઉર્વશીએ કહ્યું હતું કે આરપી નામનો એક વ્યક્તિ મને હોટલમાં મળવા આવ્યો અને તેણે મને લગભગ 20-22 મિસકૉલ કર્યા. હું તેને ઓળખતી પણ નહોતી અને જ્યારે હું તેને મળ્યી નહીં ત્યારે તે ગુસ્સે થઈને ચાલ્યો ગયો.

આ પછી, ચર્ચાએ વેગ પકડ્યો કે આરપી નામની વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રિષભ પંત છે, જેને તેના સાથીદારો પ્રેમથી આરપી કહે છે. આ પછી ઉર્વશી અને પંતના ડેટિંગના સમાચાર આવવા લાગ્યા અને આ મામલાએ વધુ વેગ પકડ્યો જ્યારે પંતે ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશી માટે લખ્યું કે બહેન મારો પીછો છોડી દો.

આ પોસ્ટે ખળભળાટ મચાવી દીધો, જ્યારે મામલો વધવા લાગ્યો ત્યારે પંતે પોસ્ટ ડિલીટ કરી દીધી, પરંતુ આ પછી ઉર્વશીએ એક પોસ્ટ લખી, જેમાં તેણીએ લખ્યું કે, છોટુ ભૈયા ફક્ત બેટ પર ધ્યાન આપો, હું મુન્ની નથી કે બદનામ થાઉ.

ઉર્વશી અને પંત વચ્ચે શું છે અને શું નથી તે તો હવે તેઓ જ જાણતા હશે, પરંતુ આ બંને વિશે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શુભમન ગિલે કહ્યું હતું કે, ઋષભ પંતની તરફથી કંઈ નથી, જે કંઈ છે તે બીજી બાજુથી છે. ઉર્વશી ઈચ્છે છે કે કોઈ તેને છેડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X