શું સુષ્મિતા સેન ફરીથી રહી જશે કુંવારી? નહિ કરે લલિત મોદી સાથે લગ્ન!
શું સુષ્મિતા સેન ખરેખર લલિત મોદી સાથે લગ્ન કરશે કે આ વખતે પણ તે કુંવારી રહેશે?
મુંબઈઃ પૂર્વ મિસ યુનિવર્સ અને બૉલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન આજકાલ પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. ઉદ્યોગપતિ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેનો તેમનો ખૂબ જ અંગત ફોટો શેર કર્યો અને જાહેર કર્યુ કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. તે પહેલાં જ તેમણે એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે તે તેમની બેટર હાફ છે! ત્યારબાદ બીજી પોસ્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં અમે લગ્ન કરી શકીશુ. હવે શું સુષ્મિતા સેન ખરેખર લલિત મોદી સાથે લગ્ન કરશે કે આ વખતે પણ તે કુંવારી રહેશે?

શું સુષ્મિતા સેન કરશે લલિત મોદી સાથે લગ્ન
તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને હાલમાં જ પોતાનો 46મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. ઉંમરના આ તબક્કે પણ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. જ્યાં સુધી લલિત મોદી સાથેની તેની નિકટતાની વાત છે, અભિનેત્રીના જીવનમાં તે પહેલો પ્રેમી નથી જે તેની સુંદરતા પર જીવ રેડે છે.

સુષ્મિતા સેને લલિત મોદીના દાવાનો કર્યો ઈનકાર
જ્યારે લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેન સાથેના પ્રેમ સંબંધની ખુલ્લેઆમ વાત કરી ત્યારે સુષ્મિતા સેને મૌન તોડ્યુ અને તેની બંને પુત્રીઓ સાથેના ફોટા શેર કરીને આ દાવાથી અંતર કરી લીધુ.

સુષ્મિતાએ કહ્યુ - ના તો લગ્ન કર્યા છે, ના તો રિંગ પહેરી છે
સુષ્મિતા સેને તેની દીકરીઓ સાથેનો પોતાનો એક સુંદર ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યુ કે, 'હું મારી હેપ્પી પ્લેસમાં છુ. ના તો લગ્ન કર્યા છે અને ના તો રિંગ પહેરી છે. હું બિનશરતી પ્રેમથી ઘેરાયેલી છુ. બહુ થઈ ગઈ સફાઈ. હવે કામ અને જીવન પર પાછા ફરીએ. મારી ખુશીનો ભાગ બનવા બદલ તમારો આભાર અને જેઓ નહોતા બન્યા તેમનો પણ આભાર. આમ પણ આને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. આ રીતે તેણે તમામ અટકળો પર લગામ લગાવવાનુ કામ કર્યુ છે.

શું સુષ્મિતા સેન ફરીથી રહી જશે કુંવારી?
સુષ્મિતા સેનની આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેનો ઈન્ટિમેટ ફોટો શેર કર્યો હતો અને લગ્ન કર્યાનો દાવો કર્યો હતો, આ બધી તેમની વિચારસરણી હતી. સુષ્મિતા સેન હજુ પણ લગ્ન કરવાના મૂડમાં નથી. તે હજુ પણ સિંગલ રહેવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
