Munawar Faruqui પર ઈંડાથી હુમલો કેમ કરાયો? ખુદ ખુલાસો કર્યો
બિગ બોસ ફેમ કોમેડિયન મુનાવર ફારૂકી કોઈને કોઈ કારણે વિવાદોમાં રહે છે. હાલમાં જ તેના પર એક રેસ્ટોરન્ટમાં હુમલો કરાયો હતો.
હાલમાં જ મુનવ્વર ફારૂકીનો એક એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક રેસ્ટોરન્ટના માલિક મુનવ્વર પર ઈંડા ફેંકી રહ્યો છે.

મુનવ્વર ફારૂકી સાથેની આ ઘટના બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જે બાદ રેસ્ટોરન્ટના માલિક અને 5 સ્ટાફ મેમ્બરને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કોમેડિયને પોતે લાઈવ આવીને સાચી વાતનો ખુલાસો કર્યો છે.
મુનવ્વર ફારૂકીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને ઈદની શુભેચ્છા પાઠવી. આ પછી તેણે ઇંડા ફેંકવાની ઘટના પર પ્રતિક્રિયા આપી.
ફારૂકીએ જણાવ્યુ કે, બે દુકાનદારો હતા અને તેમની વચ્ચે લડાઈ ચાલી રહી હતી, તેથી તમારો ભાઈ ગુસ્સે થયો. આ સ્થિતિમાં કોઈ કાકાને ઈંડું લાગ્યુ, મને કોણ મારે? હું સંપૂર્ણપણે ઠીક છું, કોઈએ મારા પર ઈંડુ ફેંક્યુ નથી.
મુનવ્વરે વધુમાં કહ્યું કે, ત્યાં એક કાકા હતા જેને ઈંડુ લાગ્યુ અને એક અધિકારી હતા જેને પણ ઈંડુ લાગ્યુ. લોકો મારી ઈર્ષ્યા કરવા લાગ્યા છે. હું કોઈને મારા હરીફ નથી માનતો પરંતુ કેટલાક લોકો મારી ઈર્ષ્યા કરે છે. ઠીક છે, તમને બધાને ઈદની શુભકામનાઓ, હું સંપૂર્ણપણે ઠીક છું.
વાયરલ વીડિયોમાં એક રેસ્ટોરન્ટના માલિકે મુનાવર ફારૂકી પર ઈંડા વડે હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, કોમેડિયનને ઈદના અવસર પર રેસ્ટોરન્ટના માલિકે બોલાવ્યો હતો પરંતુ તે બીજી જગ્યાએ ગયો.
આ પછી ગુસ્સામાં માલિક અને તેના સ્ટાફે તેના પર ઈંડાથી હુમલો કર્યો. જે બાદ મુનવ્વર ફારૂકી તેના પર ગુસ્સે થઈ ગયો. હવે કોમેડિયનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
