આઝાદના જન્મ દિવસે કેમ આવ્યાં આમિરના પ્રથમ પત્ની?
મુંબઈ, 4 ડિસેમ્બર : બૉલીવુડના હીરો સામાન્ય રીતે લોકોના દિલની જાન હોય છે. તેથી તેઓ હીરો સાથે જોડાયેલ વાતો જાણવા માંગે છે. પછી મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન જ કેમ ના હોય. આમિરની પર્સનલ લાઇફની દરેક હલચલ અંગે જાણવા આતુર લોકો કેટલાંક એકદમ અંગત પ્રશ્નો કરી બેઠા ત્યારે આમિર માટે જવાબ આપવો મુશ્કેલી ભર્યુ થઈ પડ્યુ, પરંતુ આમિર તો આમિર જ છે. તેમને રીયલ લાઇફમાં પણ ગુસ્સો ખૂબ ઓછો આવે છે.

સવાલ હતો કે આમિર ખાનના પ્રથમ પત્ની રીના દત્તથી અળગા પડવાનું કારણ તેમના હાલના પત્ની કિરણ રાવ હતાં? શું તેનું કારણ લગ્નેતર સંબંધ હતાં? તો આમિર ખાને જણાવ્યું કે રીના અને તેમણે 16 વર્ષ સાથે પસાર કર્યાં છે. અમારા બે બાળકો છે. અમે સમજી-વિચારીને જ જુદા પડવાનો નિર્ણય કર્યો હતો.
આમિરે જણાવ્યું - રીના સાથે જુદા પડ્યાના લગભગ 3 વરસ બાદ હું કિરણને મળ્યો. અમારી વચ્ચે મૈત્રી થઈ અને અમને લાગ્યું કે આ મૈત્રી આગળ વધારી શકાય. તેથી અમે લગ્ન કર્યાં. રીના મારા હૃદયની ખૂબ નજીક છે. અમે એક મોટો લાંબો ગાળો સાથે ગાળ્યો છે. તેઓ અગાઉની જેમ જ મારા ઘરે આવે છે. મારા માતાને મળે છે. એટલું જ નહીં, તેઓ કિરણ અને આઝાદની પણ ખૂબ નજીક છે.
આમિર ખાને આ વાતો સ્ટાર પ્લસના સ્ટાર પરિવાર કાર્યક્રમ દરમિયાન જણાવી કે જ્યાં તેઓ પોતાની ફિલ્મ તલાશના પ્રમોશન માટે આવ્યા હતાં.
કદાચ આમિરની વાતમાં વજન હશે એટલે જ તો તેમના અને કિરણના પુત્ર આઝાદના પ્રથમ જન્મ દિવસ સમારંભમાં આમિરના પ્રથમ પત્ની રીના દત્તે જોશભેર ભાગ લીધો. જો સાચે જ બંને વચ્ચે હજુય મૈત્રી છે, તો આ ખૂબ મોટી બાબત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
