પ્રિયંકા ચોપડાએ બૉલિવુડ રાજકારણ પર આટલા વર્ષો કેમ મૌન સેવ્યુ? કહ્યુ - 'મે એમની સચ્ચાઈ...'
Priyanka Chopra On Bollywood Politics: બૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં મુંબઈમાં છે. તેણે બૉલિવુડ રાજનીતિ વિશે હમણાં જ ઘણા ખુલાસા કર્યા બાદ તહેલકો મચી ગયો હતો. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે બૉલિવુડના અમુક લોકો દ્વારા તેને સાઈડ લાઈન કરી દેવામાં આવી હતી.
પ્રિયંકાએ કહ્યુ હતુ કે તે રાજકારણનો શિકાર બની રહી હતી, તેથી તેણે બૉલિવુડ છોડીને વિદેશ જવાનુ નક્કી કર્યુ. હવે તેણે આટલા લાંબા સમય પછી આ મામલે મૌન કેમ તોડ્યુ તે વિશે ખુલાસો કર્યો છે.

આગામી સીરિઝ 'સિટાડેલ'ના પ્રમોશનના સંદર્ભમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે તેણે આટલા લાંબા સમય પછી બૉલિવુડ માફિયાઓ સામે મૌન કેમ તોડ્યુ. આનું કારણ જણાવતા અભિનેત્રીએ કહ્યુ, "પોડકાસ્ટ દરમિયાન મે મારા બાળપણ, કિશોરાવસ્થા, મારી કારકિર્દીની શરૂઆત અને અંતે તે ઘટના વિશે વાત કરી જેણે મારુ જીવન બદલી નાખ્યુ.
પ્રિયંકા ચોપડાએ વધુમાં કહ્યુ, 'એ વખતે મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. હવે મારામાં એટલો આત્મ વિશ્વાસ છે કે હું એ વખતના પડાવ વિશે વાત કરી શકુ છુ. તે સમયે હું શું અનુભવતી હતી તે વિશે હું કહી શકુ છુ. પરંતુ આ મુશ્કેલ સમય બાદ હવે હું મારા જીવનમાં આગળ વધી છુ અને હું ખુશ છુ. મારી સાથે શું થયુ તે મે સ્પષ્ટપણે કહ્યુ છે. હું માફ કરીને આગળ વધી. મને લાગે છે કે મારા માટે ખુલીને વાત કરવા માટે તે સુરક્ષિત જગ્યા છે.'
પ્રિયંકા ચોપડાના નિવેદન બાદ ઘણા મોટા સ્ટાર્સે અભિનેત્રીનુ સમર્થન કર્યુ હતુ. શેખર સુમને ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને કહ્યુ કે આ બધુ તેમના પુત્ર સાથે પણ થયુ છે. અન્ય કલાકારોને ચાન્સ આપીને તેમના પુત્રના હાથમાંથી ઘણી ફિલ્મો છીનવી લેવામાં આવી હતી. તે જ સમયે, ફિલ્મ નિર્માતા અપૂર્વ અસરાનીએ દાવો કર્યો હતો કે કેવી રીતે એક અભિનેતાને ફિલ્મ ઉદ્યોગમાંથી બહાર કરવા માટે જૂથો બનાવવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
