દિલ ખોલી અંગત પ્રશ્નોમાં ફસાયા આમિર ખાન
મુંબઈ, 27 નવેમ્બર : આજકાલ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ પોતાની આવનાર ફિલ્મ તલાશના પ્રમોશનમાં વ્યસ્ત છે. સ્વાભાવિક છે કે તેથી જ તેઓ ટેલીવિઝન ચૅનલો ઉપર પણ દેખાઈ રહ્યાં છે. તાજેતરમાં જ સોનીના જાણીતા શો સીઆઈડીમાં આવી ધૂમ મચાવનાર આમિર ખાન ટુંકમાં જ સ્ટાર પરિવાર શોમાં દેખાશે, પરંતુ આ શોમાં તેમને તલાશનું પ્રમોશન કરવું થોડું ભારે પડી ગયું.

સ્ટાર પ્લસના બહુચર્ચિત શોના લોકો આમિર ખાનને તે વખતે કેટલાંક અંગત પ્રશ્નો કરી બેઠાં કે જ્યારે આમિરે પોતાની સાથે જોડાયેલી કેટલીક વાતોનો લોકો સામે ખુલાસો કર્યો. આમિરે જેમ કહ્યું કે તેમના જીવનમાં ત્રણ મહિલાઓનો મોટો ફાળો રહ્યો છે. પહેલા તેમના માતા કે જેમણે તેમને જન્મ આપ્યો છે. બીજા તેમના પ્રથમ પત્ની રીના દત્તા કે જેઓ તેમના બે બાળકોના માતા છે અને ત્રીજા તેમના વર્તમાન પત્ની કિરણ રાવ.
આમિરે એટલું કહ્યું કે તેમની સામે પ્રશ્નોનો વરસાદ શરૂ થઈ ગયો. આમિરને પૂછવામાં આવ્યું કે જ્યારે રીના તેમના માટે એટલા મહત્વના છે, તો તેમણે રીના સાથે છેડો કેમ ફાડ્યો? આખરે એવું તો શું થયું કે તેમણે પોતાનું 17 વર્ષનું લગ્ન જીવન ખતમ કરી નાંખ્યું. શું આની પાછળનું કારણ કિરણ રાવ છે એટલે કે એકસ્ટ્રા મૅરેટલ અફૅર? જવાબ આમિર માટે સરળ નહોતો. જોકે તેમણે આ સવાલનો શો જવાબ આપ્યો, તે જાણવા 29મી નવેમ્બરની રાત્રે નવ વાગ્યે જુઓ સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થનાર કાર્યક્રમ સ્ટાર પરિવાર.
નોંધનીય છે કે આમિર ખાનની તલાશ ફિલ્મ 30મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં આમિર સાથે રાણી મુખર્જી અને કરીના કપૂર છે. ફિલ્મના દિગ્દર્શક રીમા કાગતી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
