કોણ છે મુનવ્વર ફારૂકીની બીજી પત્ની? જાણો કેવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી?
કોમેડિયન મુનવ્વર ફારૂકી આ દિવસોમાં હોસ્પિટલમાં છે. જો કે તેની તબિયતના સમાચારો વચ્ચે હવે ખુલાસો થયો છે કે તેને બીજા લગ્ન કરી લીધા છે.
કોમેડિયન મુનવ્વર ફારૂકીએ ગુપ્ત રીતે બીજી વખત લગ્ન કરી લીધા છે. મુનવ્વર ફારૂકીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે હવે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે.

આ દરમિયાન સમાચાર આવ્યા છે કે કોમેડિયને અચાનક સિક્રેટ લગ્ન કરી લીધા છે. જો કે મુનવ્વર તરફથી આ અંગે કોઈ નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ ચાહકો તેની બીજી પત્ની કોણ છે તેનો જવાબ જાણવા માંગે છે.
અહેવાલો અનુસાર, મુનવ્વર ફારૂકીએ મેહજબીન કોટવાલા સાથે બીજા લગ્ન કર્યા છે. જે એક સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સાથે પણ કામ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મુનવ્વર ફારૂકીની જેમ મહેજબીન કોટવાલાના પણ આ બીજા લગ્ન છે.
મહેજબીન પણ મુનવ્વરની જેમ છૂટાછેડા લીધેલ છે. આટલું જ નહીં તેની 10 વર્ષની પુત્રી પણ છે. મુનવ્વરને તેના પહેલા લગ્નથી એક પુત્ર છે જે હવે તેની સાથે રહે છે. તેણે વર્ષ 2022માં તેની પત્ની જાસ્મિનથી છૂટાછેડા લીધા હતા.
અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો મુનવ્વર તેના જીવનમાં આગળ વધી ગયો છે અને તેણે ગુપ્ત રીતે બીજી વખત લગ્ન કરી લીધા છે.
આ સિવાય આ બંનેની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ તે વિશે પણ ઘણી માહિતી મળી છે. બંને થોડા મહિના પહેલા કામ માટે મળ્યા હતા. આ પછી બંનેએ વાત કરી અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો.
અહેવાલો અનુસાર, મુનવ્વર ફારુકી અને મહેજબીનના લગ્ન 12 દિવસ પહેલા થયા હતા. જેમાં તેના પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોએ પણ ભાગ લીધો હતો. જો કે મુનવર ફારૂકીએ હજુ સુધી પોતાના લગ્નના સમાચારની પુષ્ટિ કરી નથી.












Click it and Unblock the Notifications
