Oscars 2023: કોણ છે પ્રેમ રક્ષિત? 'નાટુ નાટુ' ગીતને કર્યુ હતુ કોરિયોગ્રાફ, જાણો તેમના વિશે ખાસ વાતો
સાઉથ સિનેમાની ફિલ્મ RRR ના ગીત 'નાટુ' નાટુ'ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે સમયે જ્યારે આ ગીત રિલીઝ થયું હતું, ત્યારે તે તેના સંગીતની સાથે તેની કોરિયોગ્રાફી માટે ખૂબ ચર્ચામાં હતુ

સાઉથ સિનેમાની ફિલ્મ RRR ના ગીત 'નાટુ નાટુ'ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જ્યારે આ ગીત રિલીઝ થયું હતું, ત્યારે તે સંગીતની સાથે કોરિયોગ્રાફી માટે ખૂબ ચર્ચામાં હતું. આ ગીત પર અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆર દ્વારા શાનદાર ડાન્સ કરવામાં આવ્યો હતો. 'નાટુ નાટુ' ગીતમાં આ ડાન્સની કોરિયોગ્રાફી કરનાર વ્યક્તિ છે પ્રેમ રક્ષિત.
પ્રેમ રક્ષિત પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. તેમણે દક્ષિણ સિનેમાની ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું અને દર્શકોના દિલ જીતી લીધા. પ્રેમ રક્ષિતનો જન્મ 14 ડિસેમ્બર 1977ના રોજ પોંડિચેરીમાં થયો હતો. પરંતુ તેને વર્ષ 2005માં કોરિયોગ્રાફર તરીકે ઓળખ મળી. પ્રેમ રક્ષિતે અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ છત્રપતિમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. આ પછી તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં પોતાના ડાન્સથી ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
પ્રેમ રક્ષિતે સાઉથની ફિલ્મો રેડી, મગધીરા, શક્તિ, લવલી, બાહુબલી અને ગલી રાઓડી સહિત ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના કામની ખૂબ પ્રશંસા થાય છે. તે લાંબા સમયથી ફિલ્મ RRRના ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે કામ કરી રહ્યો છે. પ્રેમ રક્ષિતે તેમની ઉત્તમ કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર અને નંદી એવોર્ડ જીત્યા છે. તમને જણાવી દઈએ કે 'નાટુ નાટુ' ગીતની સાથે 'ટેલ ઈટ લાઈક અ વુમન'નું 'અપલોજ', 'ટોપ ગન: મેવેરિક'નું 'હોલ્ડ માય હેન્ડ', 'નાટુ નાટુ' બેસ્ટ ઓરિજિનલ સોંગની યાદીમાં છે. બ્લેક પેન્થર: વકાંડા ફોરએવરમાંથી "લિફ્ટ મી અપ" અને "એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ" માંથી "ધીસ ઈઝ એ લાઈફ" ને ઓસ્કારમાં નોમિનેશન મળ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
