કોણ છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા? જાણો કેવી રીતે શરૂ થઈ બન્નેની લવ સ્ટોરી?

ભારતીય ક્રિકેટર ઈશાન કિશન તેના સ્ટાઈલિસ્ટ અંદાજ માટે જાણીતો છે. હજારો યુવતીઓનો ક્રશ ઈશાન કિશન હકિકતમાં તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાના પ્રેમમાં ઘાયલ છે.

ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. અદિતિ હુંડિયા પોતાના સ્ટાઇલિશ લુકને કારણે સમાચારોમાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા ફોટો અદિતિના ગ્લેમરસ અંદાજની ગવાહી પુરે છે.

Ishaan Kishan s girlfriend Aditi Hundia

ઈશાન કિશન ઘણીવાર અદિતિ હુંડિયા સાથે તસવીરો ક્લિક કરતો જોવા મળ્યો છે. ઘણા મીડિયા રિપોર્ટમાં પણ એ દાવો કરવામાં આવ્યો છે કે અદિતિ હુંડિયા ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ છે. અદિતિ હુંડિયાની ઈશાન કિશન સાથેની તસવીરો થોડા વર્ષો પહેલા તેના જન્મદિવસ પર વાયરલ થઈ હતી.

આ સિવાય અદિતિ હુંડિયા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેટલીક મેચોમાં ઈશાન કિશનને સપોર્ટ કરતી જોવા મળી છે. અદિતિ હુંડિયા મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી સારી કમાણી કરે છે.

અહેવાલો અનુસાર, અદિતિ હુંડિયાની નેટવર્થ 2 ​​થી 3 મિલિયન ડોલરની વચ્ચે હોવાનો અંદાજ છે. અદિતિએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.

અત્યાર સુધી ઇશાન કિશને તેમના સંબંધો વિશે જાહેરમાં ટિપ્પણી કરી નથી, પરંતુ મેદાન પર ભારતીય ક્રિકેટરની સિદ્ધિઓ વિશે અદિતિ હાંડિયાની પોસ્ટે તેમના સંબંધોની પુષ્ટિ કરી છે. ઈશાન કિશને વર્ષ 2021 માં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કેપ મેળવી ત્યારે અદિતિએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેપ સમારંભનો વીડિયો શેર કર્યો હતો.

જણાવી દઈએ કે, અદિતિ હુંડિયા વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે અને તેણે 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો એવોર્ડ પણ પોતાના નામે કરી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X