કોણ છે ધનશ્રી વર્માનો કથિત બોયફ્રેન્ડ? જેના કારણે યુજવેન્દ્ર ચહલ સાથે થઈ રહ્યાં છે ડિવોર્સ?
છેલ્લા કેટલાક સમયથી સતત યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સના અહેવાલ આવી રહ્યાં છે. બન્નેએ આ વિશે કંઈ કહ્યું નથી પરંતુ એ વાયરલ ફોટોએ હંગામો મચાવ્યો છે.
હાલમાં જ ચહલ અને ધનશ્રીએ સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા છે. આ પછી ધનશ્રી વર્માનો એક ફોટો ઝટપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં ધનશ્રી એક વ્યક્તિ સાથે કોઝી અંદાજમાં જોવા મળી રહી છે.

ધનશ્રી સાથે જોવા મળેલી આ વ્યક્તિ કોરિયોગ્રાફર પ્રતિક ઉત્તેકર છે. ફોટોમાં ધનશ્રી અને પ્રતીક ઉત્તેકર એકબીજા સાથે ખૂબ જ કોઝી હતા. બંને વચ્ચેનું બોન્ડિંગ જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાનું કારણ પ્રતીક ઉત્તેકર છે.
કેટલાક લોકોએ પ્રતિકને સોશિયલ મીડિયા દ્વારા ટ્રોલ પણ કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, નેટીઝન્સ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી પ્રતીકે હવે એક પોસ્ટ શેર કરી અને તેને સોશિયલ મીડિયા પર મળતી નફરતનો યોગ્ય જવાબ આપ્યો છે.
કોરિયોગ્રાફર પ્રતિક ઉતેકરને સોશિયલ મીડિયા પર ખૂબ જ નફરતનો સામનો કરવો છે અને અફવાઓ ફેલાવા લાગી છે કે તે ધનશ્રી વર્મા સાથે રોમેન્ટિક સંબંધમાં છે.
જો કે હવે પ્રતીકે એક પોસ્ટ શેર કરી છે અને તેમાં લખ્યું કે, દુનિયા કહાનીઓ બનાવવા અને ટિપ્પણી કરવા માટે ખૂબ જ મુક્ત છે અને માત્ર એક ચિત્ર જોઈને DM કરવા માટે... આગળ વધો મિત્રો.
જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર પહેલા પણ આવ્યા હતા, પરંતુ પાછળથી આ માત્ર અફવા સાબિત થઈ હતી. પરંતુ હવે બન્નેએ સોશિયલ મીડિયા પરથી એક ફોટો સિવાય બાકીના તમામ ફોટો હટાવી દીધા છે.
એક તરફ ધનશ્રીનું નામ પ્રતીક ઉતેકર સાથે જોડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલનો એક મિસ્ટ્રી ગર્લ સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હોટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.












Click it and Unblock the Notifications
