OUCH : આ પાકિસ્તાની એક્ટ્રેસે સલમાન ખાનની મજાક ઉડાવી
પાકિસ્તાન એક્ટ્રેસ સબાએ નેશનલ ટેલિવિઝન પર સલમાન ખાનનું કર્યું અપમાન. કરી કંઇક આવી ટિપ્પણી. વધુ વાંચો અહીં..
કેટલાક દિવસ પહેલા માહિરા ખાનનો એક વીડિયો જોરદાર વાયરલ થયો હતો. જેમાં તે બોલીવૂડ વિરુદ્ધ બોલતી નજરે પડી હતી. તે પછી એક અન્ય પાકિસ્તાની એક્ટ્રેસે સોશ્ય મડિયા બોલીવૂડ પર ટિપ્પણી કરવાના કારણે હાલમાં નિશાના પર છે. એક ટોક શો દરમિયાન શોના હોસ્ટે સબા સાથે એક રમત કરી. જે મુજબ તેણે બોલીવૂડ અભિનેતાઓની તસવીર જોઇને નક્કી કરવાનું હતું કે તે કયા હિરોની સાથે ફિલ્મ કરવા માંગે છે. અને કોની સાથે નહીં.
આ સેગમેન્ટમાં હ્રતિક રોશન, રણવીર કપૂર, સલમાન ખાન, ઇમરાન હાશમી અને રિતેશ દેશમુખની તસવીરો બતાવી હતી. જો કે આ સેગમેન્ટમાં તેણે રણબીર કપૂર સિવાય તમામ એક્ટર માટે નેગેટિવ કમેન્ટ કરી હતી. અને તેમાં પણ ખાસ કરીને સલમાન ખાન વિષે જે ટિપ્પણી તેણે કરી હતી તે સાંભળીને સલમાન ખાનના ફેન ગુસ્સે ના થાય તો નવાઇ...!

હૃતિક રોશન
જ્યારે સબાને હૃતિક રોશનનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે તેણે મોઢું મચકોડીને કહ્યુ કે હૃતિક રોશન તેમની ટાઇપના યુવક નથી...એટલું જ નહીં તેણે કહ્યું Naa...He is not my type...આમ પણ તે બે બાળકોના બાપ જોડે કામ કરવા નથી ઇચ્છતી.

રણબીર કપૂર
રણબીર કપૂરના ફોટોને જોઇને સબા ખુશીના માર્યા ઉછળી પડી. તેણે કહ્યું આની સાથે ફિલ્મ કરવા માટે હું રાજી છું. પણ પાછળ જ્યારે તેણે જો રણબીરને ના પડવાનું કહ્યું તો તેણે કહ્યું હા તે આમ પણ દિપીકાને ડેટ કરતો હતો. માટે હું તેને રિઝેક્ટ કરું છે.

ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મી પર બોલતા તો સબાએ તમામ હદ વટાવી દીધી તેણે કહ્યું ઇમરાન સાથે ફિલ્મ કરીને મારે મોઢાનું કેન્સર નથી કરાવવું. રિઝેક્ટ...રિઝેક્ટ..રિઝેક્ટ

રિતેશ દેશમુખ
સબાએ રિતેશને રિઝેક્ટ કરતા કહ્યું કે હું તો પાકિસ્તાનની એ લિસ્ટેડ એક્ટ્રેસ છું. માટે મારે ફિલ્મો પણ બોલીવૂડના એ લિસ્ટેડ એક્ટર જોડે જ કરવી જોઇએ.

સલમાન ખાન
સલમાન ખાન પર ટિપ્પણી કરતા સબા કંઇક અંશે વધારે જ બોલી ગઇ. સલમાન પર બોલતા સબાએ કહ્યું કે આ તો છિછોરો છે. તેને તો ડાન્સ કરતા પણ નથી આવડતું. તેના તો પોતાના જ કોઇ સ્ટેપ કરતો રહે છે. મારે તેની જોડે કામ નથી કરવું.

પાકિસ્તાની એક્ટ્રેસ
નોંધનીય છે કે બોલીવૂડના ફેવરેટ હિરો સલમાન ખાન અને હૃતિક રોશન પર આવી ટિપ્પણી કર્યા પછી ભાગ્યેજ કોઇ બોલીવૂડ એક્ટર આ હિરોઇન જોડે કામ કરવા તૈયાર થશે. અને સાથે જ તેણે ભાઇજાનના ફેનથી પણ વેર વાળી લીધું છે. જે જોતા આવાનારા સમયમાં તો સબાના બોલીવૂડ ફિલ્મ કરવાના સપના પૂર્ણ થવાની સંભાવના બિલકુલ ઓછી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
