‘સ્વપ્ન બની ગયાં તિલક અને તુલસીની માળા’
મુંબઈ, 20 નવેમ્બર : ગત રવિવારે શિવેસના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેનો અંતિમ સંસ્કાર કરી દેવાયો. સમગ્ર મહારાષ્ટ્ર ઠાકરેના અવસાન અંગે શોકમગ્ન છે, તો બીજી બાજુ બૉલીવુડ જગત પણ શિવસેના સુપ્રીમો જતા દુઃખી છે. આ જ કારણ છે કે બૉલીવુડની જાણીતી હસ્તીઓ ઠાકરેના અંતિમ સંસ્કારમાં હાજર રહી. તેમાં બિગ બી અમિતાભ બચ્ચન પણ હતાં. ઠાકરે સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતાં અમિતાભે પોતાના બ્લૉગ પર લખ્યું છે કે જ્યારે ઠાકરેના અંતિમ સંસ્કાર બાદ તેઓ પરત ફરી રહ્યા હતાં ત્યારે તેમની આંખો સામે માત્ર બે તસવીરો જ દેખાતી હતી.

પ્રથમ એ કે હવે બાલ ઠાકરેના નામની આગળ સ્વર્ગસ્થ લખાશે અને બીજી એ કે ઠાકરેના ઝળહળતા ચહેરા પર ગોળ તિલક તથા છાતીએ લટકતી તુલસીની માળા. હવે તેમનું આ રૂપ માત્ર એકમાત્ર સ્વપ્ન બની રહી ગયું છે. કઈંક આવી જ ઘુંટાતી લાગણીઓ સાથે અમિતાભ બચ્ચન શિવાજી પાર્કથી પોતાના ઘર જલસા પરત ફર્યા હતાં.
અમિતાભ બચ્ચને અગાઉ પણ પોતાના બ્લૉગ પર ઠાકરે સાથે જોડાયેલ કેટલીક અણમોલ તેમજ વણકહેલી વાતો શૅર કરી હતી. અમિતાભના પત્ની જયા બચ્ચનને પોતાના બહેન માનનાર ઠાકરે માટે હંમેશથી બચ્ચન પરિવાર ખાસ રહ્યુ છે. ઠાકરેનું સ્વાસ્થ્ય કથળતા અમિતાભે પોતાની પૌત્રી આરાધ્યાનો પ્રથમ જન્મ દિવસ ધામધૂમથી ઉજવવાનું ટાળ્યુ હતું. અમિતાભે ઠાકરેના નિધન અંગે જણાવ્યુ હતું કે આજે એક યુગનો અંત આવી ગયો. ઠાકરે એક યુગ પુરુષ હતાં.
નોંધનીય છે કે શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેનું ગત 17મી નવેમ્બરના રોજ હૃદય રોગનો હુમલો થતાં અવસાન થયુ હતું. તેઓ 60 વર્ષના હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
