બોલિવૂડમાં શું છે ઇન્ટિમસી કોઓર્ડિનેટર કન્સેપ્ટ? જાણો શું હોય છે કામ?
બોલિવૂડમાં હવે બોલ્ડ અને ઈન્ટિમેટ સીન સામાન્ય બાબત બની ગઈ છે. આજે મોટાભાગની મુવીમાં કિસિંગ સીનથી આગળ વધીને હિરોઈનો બેધડક ઈન્ટિમેટ સીન આપે છે. જો કે આ ઈન્ટિમેટ સીન ભજવવા પાછળ ઇન્ટિમસી કોઓર્ડિનેટરનો મોટો રોલ રહેલો છે.
હવે તમને સવાલ થતો હશે કે આખરે આ ઇન્ટિમસી કોર્ડિનેટર છે શું? આજે અહીં તમને બોલિવૂડમાં ચાલતા આ ટ્રેન્ડ વિશે વિગતે જણાવવા જઈ રહ્યા છીએ. મોટાભાગના લોકોને આના વિશે ખબર નથી.

બોલિવૂડ ફિલ્મોમાં બોલ્ડ અને ઈન્ટિમેટ સીન હોય છે. આ સીન કરવામાં અભિનેત્રીઓને મોટી તકલીફ થાય છે. આ મુદ્દે ઘણી અભિનેત્રીઓ પહેલા જ ખુલાસો કરી ચુકી છે. સેટ પર મોટી સંખ્યામાં પુરૂષો હોય છે ત્યારે આ મુશ્કેલીઓને નિવારવામાં ઇન્ટિમસી કોર્ડિનેટર મોટો રોલ ભજવે છે.
હવે સમય સાથે ટેક્નોલોજી બદલાઈ રહી છે ત્યાારે હોલિવૂડ બાદ બોલિવૂડમાં પણ ઈન્ટીમેટ કો-ઓર્ડિનેટરની એન્ટ્રી થઈ ચુકી છે. ઈન્ટીમેટ કોઓર્ડિનેટર કલાકારો વચ્ચે સ્તંભનું કામ કરે છે. આ જ કારણ છે કે અભિનેત્રીઓ બિંદાસ્ત રીતે બોલ્ડ સીન આપે છે.
સરળ ભાષામાં સમજીએ તો ઈન્ટીમસી કોઓર્ડિનેટરનું કામ ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર વચ્ચે સીનને લગતી તમામ બાબતોને પહેલાથી જ ક્લીયર કરવાનું છે. ફિલ્મમાં કોઈ ઈન્ટીમેટ સીન હોય તો તે સીન શૂટ કરવાની જવાબદારી ઈન્ટીમસી કોઓર્ડિનેટર પર હોય છે.
અહીં નિયમ એ છે કે અભિનેત્રીની સંમતિ અને ખાતરી કરવી કે તે સીન કરવામાં કમ્ફર્ટ છે કે નહી. સૌથી પહેલા આની શરૂઆત દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરાઈયાંથી થઈ હતી. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા વચ્ચેના ઈન્ટિમેટ સીન અને કિસિંગ સીન ઈન્ટિમસી કોઓર્ડિનેટર દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આસ્થા ખન્ના બોલિવૂડની પહેલી ઈન્ટિમસી કોઓર્ડિનેટર છે. તેણે નેટફ્લિક્સની સુપરહિટ શ્રેણી ક્લાસમાં ઈન્ટિમેટ કોર્ડિનેટરની ભુમિકા ભજવી હતી. આ સિરીઝમાં ઘણા સીન આસ્થાએ શૂટ કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
