છૂટાછેડા બાદ હાર્દિક પાંડ્યા અને એક્સ વાઈસ નતાશા વચ્ચે કેમ થઈ બબાલ? કોણે કહ્યું, પ્લીઝ મને શાંતિથી રહેવા દો
Hardik Pandya And natasa stankovic:ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવુડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકના હાલમાં જ છૂટાછેડા થયા છે. ત્યારે હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશા હાલ સોશિયલ મીડિયાને કારણે તે ચર્ચામાં રહે છે. હાલમાં તે તેના ખાસ મિત્ર અને ફિટનેસ ટ્રેનર એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે જોવા મળી રહી છે. બંને એક બીજાને ડેટ કરતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
ત્યારે એવામાં એક અહેવાલ મુજબ, હાર્દિક સાથે છૂટાછેડા લીધા બાદ જ નતાશાએ એલેક્ઝાંડર એલેક્સ સાથેની નિકટતા વધારી દીધી છે. જોકે, હાર્દિક અને નતાશા બંને મળીને પોતાના પુત્રનો ઉછેર કરી રહ્યા છે. જો કે, આ વચ્ચે છૂટાછેડા બાદ હાર્દિક અને નતાશા વચ્ચેના સંબંધો ઘણા બગડી ગયા છે. બંને એકબીજાથી નારાજ દેખાય છે.
ઓગસ્ટ 2024માં સોશિયલ મીડિયા પર એક સંયુક્ત નિવેદન જારી કરતા હાર્દિક અને નતાશાએ કહ્યું હતું કે, તે બંને હવે અલગ થઈ રહ્યા છે. જોકે, બંને મળીને પોતાના પુત્રનો ઉછેર કરશે.

મને લોકોની વિચારસરણીની પરવા નથી
આ દરમિયાન નતાશાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને લોકોની વિચારસરણીની પરવા નથી. લોકો તેના વિશે ખોટું વિચારે છે. નતાશાએ કહ્યું- લોકોને લાગે છે કે મારામાં કંઈક ખરાબ છે અને મેં હાર્દિક સાથે દગો કર્યો છે પરંતુ એવું નથી.
હાર્દિક પંડ્યા મારો ભૂતકાળ છે
ઇન્ટરવ્યુમાં નતાશાએ કહ્યું - હાર્દિક પંડ્યા મારો ભૂતકાળ છે અને હું તેના વિશે હવે વાત કરવા માંગતી નથી. મને મારી અંગત બાબતો ખાનગી રાખવી ગમે છે. આ એટલા માટે નહી કે, મારી પાસે છુપાવવા માટે કંઈ નથી પરંતુ મારા અંગત જીવનને ખાનગી રાખવું મહત્વપૂર્ણ છે.
લોકો જ્જમેન્ટલ થઈ ગયા છે
ઈન્ટરવ્યૂમાં નતાશાએ આગળ કહ્યું- આજકાલ લોકો જજમેન્ટલ થઈ ગયા છે. લોકો જોઈને ઘણું વિચારે છે પણ હું કશું બોલતી નથી. પહેલા પણ હું કંઈ બોલતી ન હતી પણ લોકો અનુમાન લગાવતા હતા. જે લોકો મને ઓળખતા નથી તેઓ પણ મારા વિશે વિચારે છે. જોકે આ બધું મને પરેશાન કરતું નથી.
લોકો જે વિચારે તે વિચારવા દો
ઈન્ટરવ્યૂમાં નતાશાએ વધુમાં કહ્યું, લોકોને તેઓ જે વિચારવા માગે છે તે વિચારવા દો. મને આશા નથી કે લોકો મને સમર્થન આપે. જો મારે બધાને ખુશ કરવા હોય તો મારે આઈસ્ક્રીમ વેચવો પડશે. મારે સાદું જીવન જોઈએ છે. કૃપા કરીને મને શાંતિ આપો. હું લાઇમલાઇટમાં રહેવા માંગતી નથી. હું જાણું છું કે મેં જીવનમાં શું કર્યું છે. હું જાણું છું કે હું ક્યાંથી આવી છું અને મારે શું કરવાનું છે. હું કોઈના પર નિર્ભર રહેવા માંગત નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
