"તેણે મને ગોલ્ડ ડિગર કહી.." જેકલીન સામે માનહાની કેસમાં નોરા ફતેહીએ કોર્ટમાં શું કહ્યું? જાણો
ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝના નામ પણ જોડાયા છે. જ્યારે સુકેશનો 200 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો ત્યારે બંને અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. જેક્લિને નોરા પર આરોપ લગાવ્યો છે કે અભિનેત્રીએ સુકેશ પાસેથી મોંઘી ભેટ લીધી હતી.
જેકલીનના આ નિવેદન બાદ નોરા ફતેહીએ તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેના પર હવે સોમવારે અભિનેત્રી નોરા ફતેહીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં પોતાનું નિવેદન નોંધ્યું છે.

તેના નિવેદનમાં નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં તેને 'બલિનો બકરો' બનાવવામાં આવી હતી અને આ કેસમાં સામેલ લોકો સાથે તેને કોઈ લેવાદેવા નથી.
અભિનેત્રી નોરાએ કહ્યું, "તેઓએ મને ગોલ્ડ ડિગર કહી છે અને મારા પર એક ઠગ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમના પરથી ધ્યાન હટાવવા માટે ચાલી રહેલા ક્રિમિનલ કેસમાં મારું નામ સામેલ કરવામાં આવ્યું છે."
આ સિવાય નોરાએ દાવો કર્યો હતો કે આ કેસમાં તેનું નામ આવવાને કારણે તેની કરિયર અને ઈમેજને નુકસાન થયું છે અને તેને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ છે.
અભિનેત્રી નોરા ફતેહીએ મેજિસ્ટ્રેટ સમક્ષ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 164 હેઠળ પોતાનું નિવેદન નોંધ્યું છે. અભિનેત્રીએ કહ્યું કે "હું આ કેસ એટલા માટે દાખલ કરી રહી છું કારણ કે ચાલી રહેલ ED કેસ છેતરપિંડી કરનાર સુકેશ સાથે સંબંધિત છે, જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી અને ન તો હું આ લોકોને ઓળખું છું."
નોરાએ વધુમાં કહ્યું, "મને એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. કેટલાક લોકોની છબી બચાવવા માટે, મને મીડિયામાં બલિનો બકરો બનાવવામાં આવી છે કારણ કે હું એક બહારની વ્યક્તિ છું અને આ દેશમાં એકમાત્ર વ્યક્તિ છું.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે તે તેની કારકિર્દી અને પ્રતિષ્ઠાને થયેલા તમામ નુકસાન માટે વળતર ઇચ્છે છે, જે મેં છેલ્લા આઠ વર્ષમાં સતત બનાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
