તસવીરોમાં જુઓ : જબ તક હૈ જાનનો પ્રિવ્યૂ
મુંબઈ, 12 નવેમ્બર : શાહરુખ ખાન સાથે કૅટરીના કૈફ અને અનુષ્કા શર્માનો રોમાંસ, યશ ચોપરાનું પરફેક્ટ દિગ્દર્શન અને એ. આર. રહેમાનનું હૃદયસ્પર્શી સંગીત. આ કેટલીક વાતો છે કે જે દરેકને થિયેટર તરફ ખેંચી રહી છે. જબ તક હૈ જાન ફિલ્મ આવતીકાલે એટલે કે 13મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહીછે. દરેકને આ દીવાળીએ સૌથી વધુ ઇંતેજાર છે યશ ચોપરાની આ છેલ્લી યાદગાર પ્રણય-કથાનો કે જ્યારે શાહરુખ ખાન ફરી એક વાર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને કુછ કુછ હોતા હૈ ફિલ્મના રાજ અને રાહુલ જેવા પાત્રો દોહરાવશે.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે શાહરુખ, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે યશ ચોપરાએ અને ફિલ્મના નિર્માતા છે આદિત્ય ચોપરાં. ફિલ્મમાં સંગીત આપ્યુ છે એ. આર. રહેમાને અને ફિલ્મનું કુલ બજેટ છે 50 કરોડ રુપિયા.
ફિલ્મ રિલીઝ થતા અગાઉ જ ફિલ્મની નવી જોડી શાહરુખ ખાન અને કૅટરીના કૈફ હિટ થઈ ચુક્યાં છે. ફિલ્મની બીજી જોડી શાહરુખ અને અનુષ્કા શર્માને ભલે એટલી પબ્લિસિટી નથી મળી રહી, પરંતુ આમ છતાં બંનેની જોડીને દર્શકોનો પ્રેમ અગાઉ જ મળી ચુક્યું છે રબ ને બના દી જોડી ફિલ્મમાં.
શાહરુખ ખાન આ અગાઉ અનેક વાર સફળ લવ ટ્રાયએંગલ બનાવી ચુક્યાં છે અને તેમના તે તમામ પાત્રો આજ સુધી લોકોના દિલમાં વસેલાં છે. સાથે જ તે તમામ ફિલ્મો પણ સુપર હિટ થઈ છે. ફરી એક વાર શાહરુખ ખાન કઈંક એવો જ જાદૂ ચલાવવા આવી રહ્યાં છે. જોવું છે કે શું આ વખતે પણ કિંગ ઑફ રોમાંસનો જાદૂ લોકોના માથે ચડી બોલશે? કૅટરીના તથા શાહરુખની જોડી શું શાહરુખ અને કાજોલની જોડીની સફળતા દોહરાવી શકશે?
આવો તસવીરો સાથે બતાવીએ જબ તક હૈ જાનનો પ્રિવ્યૂ :

શાહરુખ ખાન સમર તરીકે
શાહરુખ ખાને જબ તક હૈ જાનમાં સમર નામનું પાત્ર ભજવ્યું છે. આ પાત્રને બે વખતમાં દર્શાવાયું છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં 20 વર્ષનો સમર દર્શાવાય છે કે જે લંડન ખાતે રહે છે અને એક સંગીતકાર છે. બાદમાં એક ઉંમરલાયક સમર બતાવાય છે કે જે એક સીરિયસ, ઓછી વાત કરના તથા ખૂબ જ ડ્યૂટીફુલ આર્મી ઑફિસર છે.

સમરનો પ્રથમ પ્રેમ
ફિલ્મની વાર્તાની શરુઆત થાય છે સમર આનંદ અને સુંદર ખુશી (કૅટરીના કૈફ)ની પ્રણય કથા સાથે. સમર અને ખુશી સારા મિત્રો છે. સમરના મ્યુઝિક સાથે ખુશી ખૂબ પ્રેમ કરે છે, પરંતુ તે સમરને માત્ર પોતાનો મિત્ર ગણે છે. સમર જ્યારે ખુશીને પ્રપોઝ કરે છે, તો ખુશી એમ કહી ઇનકાર કરી દે છે કે આપણે માત્ર મિત્રો છીએ.

અકીરા સાથે સમરનો પ્રેમ
ફિલ્મના સેકેંડ હાફમાં જ્યારે એક આર્મી ઑફિસરના પાત્રમાં સમર આવે છે, તો તેના જીવનમાં અકીરા (અનુષ્કા શર્મા) પ્રવેશે છે. અકીરાને સમર સાથે પ્રેમ થઈ જાય છે અને સમર પણ તેને પસંદ કરવાં લાગે છે.

ખુશી કે અકીરા?
સમરના જીવનમાં શું અકીરા તેની લાઇફ પાર્ટનર બનશે કે પછી ખુશી પાછી તેના જીવનમાં આવશે? આ જાવણા માટે જુઓ જબ તક હૈ જાન.

કૅટ-શાહરુખના રોમાન્ટિક દૃશ્યો
ફિલ્મમાં શાહરુખ ખાન અને કૅટરીના કૈફ વચ્ચે અનેક રોમાન્ટિક દૃશ્યો ફિલ્માવાયાં છે. આ સીન્સ જોઈ એમ જ લાગે છે કે આખરે આ તે કેવી મિત્રતા છે કે જેમાં કોઈ દૂરી જ નથી.

અનુષ્કા સાથે શાહરુખની કેમેસ્ટ્રી
રબ ને બના દી જોડી ફિલ્મથી હિટ થયેલી શાહરુખ-અનુષ્કાની જોડી જબ તક હૈ જાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મની તસવીરોમાં જોઇએ તો શાહરુખ-અનુષ્કા વચ્ચે પ્રેમ જેવું તો કઈંક નજરે પડતું જ નથી.

યશ ચોપરાનો છેલ્લો રોમાંસ
જબ તક હૈ જાન તમામ માટે સ્પેશિયલ છે અને તેનું એક કારણ છે યશ ચોપરાની આ છેલ્લી ફિલ્મ છે. વીર ઝારા બાદ યશ ચોપરા અને શાહરુખ ખાનની રોમાન્ટિક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

એ. આર. રહેમાનનું સંગીત
ફિલ્મની વધુ એક ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં ઑસ્કાર વિજેતા એ. આર. રહેમાને પોતાનું સંગીત આપ્યું છે. ફિલ્મના તમામ ગીતો હિટ થતા જઈ રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
