મોટી-મોટી હસ્તીઓથી ઉભરાઈ ગયું પટૌડી પૅલેસ
મુંબઈ, 19 ઑક્ટોબર : ગુરુવાર રત્રે આઠ વાગ્યે સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નનું રિસેપ્શન એટલે કે દાવત-એ-વલીમા યોજાઈ ગયું. તેમાં બૉલીવુડ અને રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોનીની વીવીઆઈપી હસ્તીઓ શામેલ થઈ.
આ પાર્ટીમાં કરીનાના ફેવરિટ દિગ્દર્શક મધુર ભંડારકર, કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી, આયોજન પંચના ઉપાધ્યક્ષ મૉન્ટેકસિંહ અહલુવાલિયા, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત, ભાજપ નેતા અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અબ્બાસ અલી બેગ, એસપીના પૂર્વ નેતા અમરસિંહ સહિત બૉલીવુડની નામચીન હસ્તીઓ શામેલ થઈ.
બૉલીવુડના આ હૉટ ગોલ્ડન કપલ સૈફરીનાનું રિસેપ્શન મોઘલાઈ અંદાજમાં ગઈકાલે રાતે પટૌડી પૅલેસે સમ્પન્ન થયું.
જુઓ સૈફ-કરીનાના ગ્રાંડ રિસેપ્શનની તસવીરી ઝલક :

અજય જાડેજા
પટૌડી પૅલેસે યોજાયેલ સૈફ-કરીનાના ગ્રાંડ રિસેપ્શનમાં પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ હાજરી આપી.

અરુણ જેટલી
ભાજપના નેતા અરુણ જેટલીએ ભાગ લીધો.

ભૂપિન્દર સિંહ હુડ્ડા
હરિયાણાના મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા પણ દાવત એ વલીમામાં પહોંચ્યા.

બિશન સિંહ બેદી
ભૂતપૂર્વ ક્રિકેટર બિશન સિંહ ભેદી લોકોનું અભિવાદન ઝીલતાં રિસેપ્શનમાં પહોંચ્યાં.

દિગ્વિજય સિંહ
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સૈફ-કરીનાને આશીર્વાદ આપવા પહોંચ્યાં.

વડાપ્રધાનના પત્ની
વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પત્ની ગુરશરન કૌર દાવત એ વલીમામાં ભાગ લેવા પટૌડી પૅલેસમાં દાખલ થયાં.

ઇમ્તિયાઝ અલી
ઇમ્તિયાઝ અલીએ સૈફ-કરીનાના લગ્ન સમારંભમાં પહોંચતાં અગાઉ મીડિયા સાથે વાતચીત કરી.

જ્યોતિરાદિત્ય સિંધિયા
કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્રાંડ રિસેપ્શનમાં હાજરી આપી.

કપિલ પુત્રી સાથે
ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવ તેમની પુત્રી અમિયા સાથે સૈફ-કરીનાના લગ્ન સમારંભમાં પટૌડી પૅલેસ પહોંચ્યા હતાં.

પટૌડી પૅલેસ પહોંચવા આતુર
પોતાના ગ્રાંડ રિસેપ્શનમાં કાર દ્વારા પહોંચ્યા હતાં કરીના કપૂર અને સૈફ અલી ખાન.

મધુર-રેણુ
કરીનાના ફેવરિટ દિગ્દર્શક મધુર ભંડારકર અને રેણુ નામ્બુદ્રીએ ઉત્સાહપૂર્વક રિસેપ્શનમાં ભાગ લીધો.

ડ્રેસ ડિઝાઇનર
કરીનાના ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા મીડિયા સાથે વાતચીત કરતાં.

મૉન્ટેક સિંહ
આયોજન પંચના ઉપાધ્યાક્ષ મૉન્ટેક સિંહ અહલુવાલિયાએ ગ્રાંડ રિસેપ્શનમાં હાજરી નોંધાવી.

નંદિતા પતિ સાથે
ફિલ્મ અભિનેત્રી નંદિતા દાસ પોતાના પતિ સાથે હાજર રહ્યા હતાં.

પ્રફુલ પટેલ
પટૌડી પૅલેસમાં દાખલ થતાં એનસીપી નેતા પ્રફુલ પટેલ.

રાહુલ ગાંધી
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ગ્રાંડ રિસેપ્શનમાં હાજરી આપી સૌના આકર્ષણના કેન્દ્ર બન્યાં.

રાજીવ શુક્લા
આઈપીએલ ચીફ અને કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ પણ રિસેપ્શનમાં હાજરી નોંધાવી.

રવિશંકર પ્રસાદ
ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પણ હાજરી નોંધાવી.

રેણુકા ચૌધરી
કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ સૈફ-કરીનાના ગ્રાંડ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

સારા
સૈફ અલી ખાનના પુત્રી સારા પોતાના પિતાના લગ્નની પાર્ટી દરમિયાન ખુશખુશાલ જણાતી હતી.

અમજદ અલી ખાન
જાણીતા સરોદ વાદક અમજદ અલી ખાને પહોંચી સમારંભની શોભા વધારી હતી.

શર્મિલા ટાગોર
સૈફના માતા શર્મિલા ટાગોર સોળે શણગાર સજી મહેમાનો આવકારવામાં વ્યસ્ત હતાં.

શશિ થરૂર
શશિ થરૂરે પણ પત્ની સુનંદા સાથે હાજરી આપી.

શીલા દીક્ષિત
દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત દાવત એ વલીમામાં હાજરી આપવા પહોંચ્યાં હતાં.

સીતારામ યેચુરી
ડાબેરી નેતા સીતારામ યેચુરીએ પણ દાવત એ વલીમામાં હાજરી નોંધાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
