અક્ષય કુમારે નાખ્યું આગમાં પોતાનું માથુ, જુઓ પછી શું થયું!
હાલમાં જ સિંગ ઇઝ બ્લિંગ નામની અક્ષય કુમારની આવનારી ફિલ્મના પ્રમોશન માટે તેનું નવું સોંગ "ટુંગ ટુંગ બાજે"ને રિલિઝ કરવામાં આવ્યું છે. જેમાં અક્ષય કુમાર સાથે આ ફિલ્મની લીડ હિરોઇન એમી જેક્શન પણ જોવા મળે છે.
જો કે આ સોંગની સૌથી આશ્ચર્ય ચક્તિ કરી દેનારી વાત તે છે કે આ સોંગમાં અક્ષય કુમારે કરેલા સ્ટંટ સીન. અક્ષય કુમારે એવા એવા દિલધડક અને ખતરનાક સ્ટંટ આ ગીતમાં કર્યા છે કે તમારો મોઢામાંથી તેને જોઇને ચીસ ના નીકળી જાય છે તો નવાઇ નહીં!
નાચતા ઘોડોની નીચે સૂવાની વાત હોય કે પછી બળતી આગમાં માથુ નાખવાની વાત અક્ષય કુમારના આ તમામ દિલધડક સ્ટંટ એક વાર તો જોવા બને છે બોસ! તો પછી આ સોંગની કેટલીક ખાસ તસવીરો અને અક્ષયના સ્ટંટને જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

ઘોડાની નીચે સૂઇને ડાન્સ
આ સ્ટંટમાં ખાટલા પર ઘોડો ડાન્સ કરે છે અને તેની નીચે આ રીતે સૂવાની હિંમત અક્ષય કુમારે બતાવી છે. જે જોઇને કહેવું જ બને છે કે ધન્ય છે તે ઘોડાને અને ધન્ય છે અક્ષય કુમારને!

દાંતથી ખેંચ્યું ટેક્ટર!
અરે ભાઇ એમ કંઇક એમ નેમ અક્ષય કુમારને ડેરડેવિલ થોડેને કહેવાય છે. આ સીનમાં અક્ષયે દાંતથી ટેક્ટ્રર ખેંચીને બતાવ્યું છે.

એમી જેક્શન
તો આ સોંગમાં એમી જેક્શનની એન્ટ્રીને પણ બતાવવામાં આવી છે. અને કહેવાની જરૂર નથી કે એમી આ પિંક સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે.

આગમાં કૂદવું!
એટલું જ નહીં બળતી આગની રિંગમાંથી અક્ષય કુમારે કંઇક આ રીતે જંપલાવીને કર્યો ખતરનાક સ્ટંટ. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના છપાયેલા એક લેખ મુજબ આ સ્ટંટ કરતી વખતે આ બળતી રિંગ અક્ષયના પગ પર પડી ગઇ હતી અને અક્ષયનો પગ તેનાથી દાઝી પણ ગયો હતો.

પગમાં પણ આગ!
તો બીજી તરફ પગમાં કોઠી બાંધીને કંઇક આ રીતે બલ્લે બલ્લેનો ડાન્સ કરતા જોવા મળ્યા હતા અક્ષય કુમાર.

આગમાં નાંખ્યું માથું!
આ આખા સોંગમાં અનેક વાર અક્ષય કુમાર આગ સાથે કૂલલી રમતા જોવા મળ્યા છે પણ આગમાં માથું નાખવું! અક્ષયે આ સીનમાં આગ લાગેલા પથ્થરને પોતાના માથાથી તોડ્યો છે. અને તેમની પગડીમાં તે બાદ આ રીતે આગ લાગી હતી.

ટેક્ટ્રરનો સ્ટંટ
અત્યાર સુધી તમે બે બાઇક કે બે જીપો વચ્ચે ઊભેલા અજય દેવગણને જોયો હશે. પણ બે ટેક્ટ્રરની ઊંચા કરીને તેની વચ્ચે ડાન્સ કરતા અક્ષય કુમારે જોઇને તો તેવું જ લાગે છે કે અક્ષયે સ્ટંટની નવી પરિભાષા કરી છે.

ઊંટે કરી કિસ
અત્યાર સુધી તો અક્ષય કુમારની ખાલી છોકરીઓ જ દિવાની હતી. પણ લાગે છે કે અક્ષયના આ દિલધડક સીન જોઇને ઊંટ પણ તેમનો દિવાનો બની ગયો છે. ત્યારે જ તો તે અક્ષયને આ રીતે કિસ કરી રહ્યો છે.
અક્ષય કુમારનો સોલિડ્ડ સ્ટંટ
સોંગની કેટલીક ખાસ તસવીરો અને અક્ષયના સ્ટંટને જુઓ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
