Pics : નચ બલિયેમાં શિલ્પાનો જલવો, હચમચાવી ગયો ઍરિયલ ડાન્સ
મુંબઈ, 31 જાન્યુઆરી : ડાન્સ રિયલિટી શો નચ બલિયે 6ના નિર્ણાયક મંડળમાં સામેલ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ગ્રાન્ડ ફિનાલેમાં ઍરિયર ડાન્સ રજૂ કરશે. તેઓ સ્વીકારે છે કે ઍરિયલ ડાન્સ અંગે તેઓ ખૂબ જ ભયભીત હતાં. સ્ટાર પ્લસ ચૅનલ ઉપર પ્રસારિત થતા નચ બલિયે 6નું ગ્રાન્ડ ફિનાલે આ શનિવારે પ્રસારિત થવાનું છે અને તેમાં સૌથી વધારે શિલ્પા શેટ્ટીનો જલવા પ્રસર્યો હતો.
38 વર્ષીય શિલ્પા શેટ્ટીએ ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના પરફૉર્મન્સ પ્રસંગે જણાવ્યું - હું ઍરિયલ ડાન્સ તથા તે પણ કોઈ સહાયક વસ્તુની મદદ વગર કરતી વખતે ખૂબ જ ભયભીત હતી. સામાન્ય નૃત્યોમાં અન્ય કળાની આવશ્યકતા હોય છે, પણ હવાઈ નૃત્યમાં બહુ વધારે સાહસની જરૂર પડે છે. જોકે મેં તમામ પ્રકારની કળાઓનો સમન્વય કરી ઍરિયલ ડાન્સ સફળતાપૂર્વક કર્યો છે.
ચાલો જોઇએ નચ બલિયે 6ના ગ્રાન્ડ ફિનાલેની તસવીરો અને જાણીએ શિલ્પા નચ બલિયે 7 અંગે શું કહે છે :

નચ બલિયે 7માં પણ આવીશ
શિલ્પા શેટ્ટીએ જણાવ્યું - હું નચ બલિયે 7માં પરત ફરવાનું પસંદ કરીશ.

સારૂં લાગે છે
શિલ્પાએ જણાવ્યું - મને સારૂં લાગે છે કે જ્યારે ક્યાંક લોકોને મળુ છું અને તે મને સુપર સે ઊપર કહેવા માટે કહે છે.

ગ્રાન્ડ ફિનાલે 1લીએ
નચ બલિયે 6નું ગ્રાન્ડ ફિનાલે શનિવાર 1લી ફેબ્રુઆરીએ સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થશે.

ચાર જોડીઓ
નચ બલિયે 6ના ફાઇનલમાં ચાર જોડીઓ પહોંચી છે. તેમાં ઋત્વિક ધનજાણી-આશા નેગી, દેબીના બૅનર્જી-ગુરમીત ચૌધરી, વિનોદ ઠાકુર-રક્ષા ઠાકુર અને રિપુદમન હાંડા-શિવાની વર્માનો સમાવેશ થાય છે.

બે દાયકાથી સક્રિય
શિલ્પા શેટ્ટી બે દાયકા કરતા વધુ સમયથી મનોરંજન જગતનો ભાગ છે. ફૅમિલી પ્રાથમિકતા આમ છતાં શિલ્પા શેટ્ટી માટે પરિવાર જ પ્રાથમિકતા ધરાવે છે.

માતાનો આનંદ
શિલ્પા શેટ્ટીને ડોઢ વર્ષના પુત્ર વિવાનના માતાની ભૂમિકા ભજવવામાં સૌથી વધુ આનંદ મળે છે.

સાજિદ-ટેરેંસનો સાથ
નચ બલિયે 6માં શિલ્પા શેટ્ટીને નિર્ણાયક મંડળમાં સાજિદ ખાન અને ટેરેંસ લેવિસનો સાથ મળ્યો.

વિચારોમાં વિવાન
શિલ્પા કહે છે કે શોના શૂટિંગ દરમિયાન પણ તેઓ હંમેશા પોતાના પુત્ર વિવાન અંગે જ વિચારતા હોય છે. શિલ્પાએ 2009માં વ્યવસાયી રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતાં.

માતા સૌથી વધુ નજીક
શિલ્પાએ જણાવ્યું - માતા હોવું મારી સૌથી નજીક છે. શિલ્પા કહે છે - અહીં સુધી કે જ્યારે હું સેટ પર હોઉ છું, ત્યારે પણ માતા હોઉ છું અને પોતાના પુત્ર વિશે માહિતગાર રહુ છું.

રોમાંચિત શિલ્પા
નચ બલિયે 6 સમાપ્તિના આરે છે અને તેથી શિલ્પા રોમાંચિત છે, કારણ કે તેઓ હવે પોતાના પુત્ર વિવાને પુરતો સમય આપી શકશે.

પૂર્ણકાલિક માતા
શિલ્પા કહે છે - સત્ર ખતમ થતાં જ હું પૂર્ણકાલિક માતા બની જઇશ. શિલ્પા કહે છે - હવે હું પોતાના પુત્ર સાથે વધુ સમય પસાર કરી શકીશ.

અભિનયમાં વિરામ
શિલ્પાએ બાઝીગર, ધડકન અને રિશ્તે જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ પોતાના અભિનય કૅરિયરને ગૌણ કરી નાંખ્યું. શિલ્પા શેટ્ટી આ બાબતથી ખુશ છે કે અભિનય ક્ષેત્રે સક્રિય ન હોવા છતાં ફૅન્સે તેમને યાદ રાખ્યાં.

દર્શકો વચ્ચે જ છું
શિલ્પા કહે છે - હું હજીય દર્શકો વચ્ચે જ છું અને ખુશ છું કે તેઓ મને બહુ બધો પ્રેમ આપે છે.

માતાની ભૂમિકાનો આનંદ
શિલ્પા કહે છે - હાલ હું પોતાના પુત્રના માતાની ભૂમિકાનો આનંદ લઈ રહી છું. તેઓ કહે છે - માતા તરીકેની આ ભૂમિકા મારા જીવનની મહત્વની ભૂમિકા છે.

નિર્માત્રી શિલ્પા
શિલ્પા શેટ્ટી હવે નિર્માત્રી તરીકે બૉલીવુડમાં કમબૅક કરી રહ્યાં છે. નિર્માત્રી તરીકે શિલ્પાની પ્રથમ ફિલ્મ ઢિશ્કિયાઉં આવવાની છે.

શ્રેષ્ઠનો પ્રયત્ન
ઢિશ્કિયાઉંને એક શ્રેષ્ઠ ફિલ્મ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે શિલ્પા.

પતિ સાથે ડાન્સ...
શિલ્પા શેટ્ટી પોતે પણ બહેતરીન ડાન્સર છે અને નચ બલિયેમાં સામાન્ય રીતે તેઓ પોતાની આ કળા દર્શાવતાં રહે છે. શિલ્પા કહે છે કે કે કોઇએ ક્યારેય તેમને તેમના પતિ સાથે ડાન્સ કરવા માટે નથી કહ્યું.

લગ્ન વખતે સાથે નાચ્યાં
શિલ્પા કહે છે - અમે બંને માત્ર અમારા લગ્નની સંગીત સેરેમની વખતે સાથે ડાન્સ કર્યો હતો.

ફિનાલે રોમાંચક
શિલ્પાએ જણાવ્યું કે નચ બલિયે 6નું ગ્રાન્ડ ફિનાલે રોમાંચક હશે.

કોણ જીતશે?
શિલ્પા કહે છે કે હું પોતે નિર્ણાયક હોવા છતાં મને ખબર નથી કે કોણ જીતશે?

ચૂકતાં નહીં
નચ બલિયે 6ના ગ્રાન્ડ ફિનાલેમાં શિલ્પાના જલવાની તસવીરો બાદ હવે 1લી ફેબ્રુઆરીએ તેને સાકાર સ્વરૂપે સ્ટાર પ્લસ ઉપર જોવાનું ચૂકતાં નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
