Pics : વન બાય ટૂ સાથે પડદા પર દેખાશે રીયલ લાઇફ કપલ
મુંબઈ, 29 જાન્યુઆરી : સામાન્ય રીતે આપે જોયું હશે કે રીલ કપલ કોઈ ફિલ્મ બાદ રીયલ કપલમાં તબ્દીલ થઈ જાય છે, પણ કદાચ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે એક રીયલ કપલ હવે લોકો સામે રીલ કપલ બનવા જઈ રહ્યું છે.
આપ બરાબર સમજ્યાં. પ્રીતિ દેસાઈ અને અભય દેઓલ અંગે વાત કરીએ છીએ અમે. રીયલ લાઇફમાં પ્રેમી-પ્રેમિકા અભય-પ્રીતિ ટુંકમાં જ પોતાની આવનાર ફિલ્મ વન બાય ટૂમાં રીલ કપલ તરીકે નજરે પડશે. ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે.
અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ વચ્ચે પ્રણયની ચર્ચાઓ છેલ્લા કેટલાંક દિવસથી ચાલી રહી છે. આ યુગલ દરેક બૉલીવુડ ઇવેંટમાં પણ સાથે-સાથે દેખાય છે. સામાન્ય રીતે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન હોય કે ધર્મેન્દ્ર અને હેમા માલિની હોય કે પછી અજય દેવગણ અને કાજોલ તથા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના હોય. આ તમામ જોડીઓ પહેલા ફિલ્મોમાં દેખાઈ અને પછી તેમણે લગ્ન કર્યાં, જ્યારે અભય-પ્રીતિ કદાચ એવી પહેલી જોડી હશે કે જે પહેલા રીયલ લાઇફમાં કપલ થયા બાદ રીલ લાઇફમાં દેખાવાનાં છે.
આવો તસવીરો સાથે જાણીએ તેમના મંતવ્યો :

પ્રોફેશનલ અભય-પ્રીતિ
પ્રીતિ દેસાઈ વન બાય ટૂ અંગે જણાવ્યું - હું શરુઆતમાં હતાશ હતી, કારણ કે હું વિચારતી હતી કે ફિલ્મમાં અભય સાથે મારી કેમેસ્ટ્રી કેવી દેખાશે. આ તેમની સાથે મારી પ્રથમ ફિલ્મ છે, પરંતુ અમારી વચ્ચે સારી કેમેસ્ટ્રી હતી. ફિલ્મમાં કામ કરતી વખતે અમે ખૂબ જ પ્રોફેશનલી હતાં.

દર્શકો નક્કી કરશે
જોકે પ્રીતિને લાગે છે કે ફિલ્મ જોયાબાદ દર્શક તેમની જોડી અંગે નિર્ણય કરશે. તેમણે જણાવ્યું - દર્શકો ફિલ્મ જોશે, ત્યારે નક્કી કરશે.

જિંદગીથી ત્રસ્ત યુગલની વાર્તા
વન બાય ટૂ એક પ્રણય કથા છે કે જે એક યુગલ પર આધારિત છે. આ યુગલની મુલાકાત મુંબઈમાં થાય છે. બંને પોતાની જિંદગીથી ત્રસ્ત થઈ ગયાં છે અને પરિસ્થિતિઓ બદલવા માંગે છે.

સ્વસ્થ કૉમેડી
વન બાય ટૂ ફિલ્મમાં સ્વસ્થ કૉમેડીને થોડાક બોલ્ડ અંદાજમાં રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે. વન બાય ટૂના દિગ્દર્શિકા દેવિકા ભગત છે.

અગાઉની ફિલ્મોનો મેળ
અભય દેઓલ કહે છે - વન બાય ટૂ મારી અગાઉની ફિલ્મો ઝિંદગી ના મિલેગી દોબારા અને સોચા ન થાનો મેળ છે કે જે રૂમાનિયત, દર્શન અને સાહસ અંગે વાત કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
