'સુસાઈડ કરવાનુ વિચારી લીધુતુ', ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ, સુશાંત સિંહ વિશે વિવેક ઓબરૉયે કહી આ વાત
વિવેક ઓબેરૉયે હાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ઐશ્વર્યા સાથે બ્રેકઅપ, સુશાંત સિંહ, સ્ટ્રગલ વિશે ઘણી વાતો કહી.
Vivek Oberoi: ફિલ્મ 'સાથીયા'થી બૉલિવુડમાં ડેબ્યુ કરનાર જાણીતા અભિનેતા વિવેક ઓબેરૉયે ક્રિશ 3, કાલ અને શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી ઘણી સુપરહિટ ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી. પરંતુ ત્યારબાદ કંઈક એવુ થયુ કે એ લાંબા સમય માટે ઘરે બેસી ગયા. તેને ફિલ્મોમાં કામ મળવાનુ બંધ થઈ ગયુ હતુ. આ દરમિયાન જ ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ પણ થયુ. હાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન વિવેક ઓબેરૉયે એ સમયને યાદ કરીને પોતાનુ દુઃખ શેર કર્યુ અને જણાવ્યુ કે તે કેવી રીતે એમાંથી બહાર આવ્યા.

ફિલ્મો મળવાનુ થઈ ગયુ બંધ
ઐશ્વર્યા રાય સાથેના બ્રેકઅપ બાદ વિવેક ઓબેરૉય એકદમ પડી ભાંગ્યો હતો. તે દરમિયાન તેને અચાનક ફિલ્મો મળવાનું બંધ થઈ ગયુ. હાલના એક ઇન્ટરવ્યુમાં વિવેકે જણાવ્યુ કે તે સમયે તે લગભગ 18 મહિના સુધી ઘરે ખાલી બેઠો હતો. પોતાનુ દુઃખ વ્યક્ત કરતાં વિવેકે કહ્યુ કે પોતાની કારકિર્દીમાં આટલી બધી શાનદાર ફિલ્મો આપવા છતાં હું ઘરે ખાલી બેઠો હતો.

'આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો'
વિવેક ઓબેરોયે વધુમાં કહ્યું, 'હું તે સમયે ફિલ્મોના ઑડિશનમાં જતો હતો. પરંતુ મેં કોઈને કહ્યુ નથી કે હું સુરેશ ઓબેરૉયનો દીકરો છુ. પરંતુ કામ ન મળવાને કારણે મારા મનમાં ખરાબ વિચારો આવતા હતા. મે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો.'

'સુશાંત સિંહ રાજપૂત જે દુઃખમાંથી...'
વિવેક ઓબેરોયે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો ઉલ્લેખ કરીને કહ્યુ, 'સુશાંત સિંહ રાજપૂત બૉલિવુડમાં જે પીડામાંથી પસાર થયો હતો તે હું સમજી શકુ છુ. બૉલિવુડ ઈન્ડસ્ટ્રીનો એજન્ડા માણસને તોડી નાખે છે.' આ સિવાય તેણે પત્ની પ્રિયંકા અને માતાના સમર્થનનો ઉલ્લેખ કર્યો. વિવેકે કહ્યુ કે પ્રિયંકા અને માતાએ તેને દરેક રીતે સપોર્ટ કર્યો અને તેને જીવનમાં ફરીથી ઊભા રહેવાની હિંમત મળી.

ઐશ્વર્યા સાથે બ્રેક અપ પર આ કહ્યુ
આ દરમિયાન વિવેક ઓબેરૉયે ઐશ્વર્યા રાય સાથેના બ્રેકઅપ પર કહ્યુ, 'એવુ નથી કે હું તેના વિશે વાત કરવા જઈ રહ્યો છુ કારણ કે તે હવે ખતમ થઈ ગયુ છે. આ બધા વિશે મારા મનમાં કોઈ કડવાશ નથી અને હું મારા જીવનમાં આગળ વધી ગયો છુ. જોકે, ઈન્ટરવ્યુ દરમિયાન વિવેકે આ મુદ્દાથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર એક્ટિવ છે વિવેક
તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરૉય હાલમાં ફિલ્મોમાં ખૂબ જ સક્રિય છે અને તેની એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તે હવે મોટા પડદા કરતાં OTT પર વધુ દેખાય છે. આ સિવાય તે હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ ઉપરાંત ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે અભિનેતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
