વિવેક ઓબેરૉયે ઐશ્વર્યા અને તેના પરિવાર માટે કર્યુ ટ્વિટ, જલ્દી ઠીક થવા માટે કરી પ્રાર્થના

બૉલિવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે બચ્ચન પરિવારના કોરોના વાયરસ (કોવિડ-19)થી જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી છે.

બૉલિવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે બચ્ચન પરિવારના કોરોના વાયરસ (કોવિડ-19)થી જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી છે. બૉલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ઉપરાંત તેમના દીકરા અભિષેક બચ્ચન, વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. વિવેક ઓબેરૉયે ઐશ્વર્યા અને આરાધ્યા સાથે જોડાયેલ એક ન્યૂઝ આર્ટિકલ શેર કરીને લખ્યુ, 'પરિવારની સલામતી અને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરુ છુ.'

'જલ્દી ઠીક થઈ જાવ, પોતાનુ ધ્યાન રાખો'

'જલ્દી ઠીક થઈ જાવ, પોતાનુ ધ્યાન રાખો'

એક અન્ય ટ્વિટમાં વિવેક ઓબેરૉયે લખ્યુ, 'અમિતાભ બચ્ચન સર અને અભિષેક બચ્ચનના જલ્દી ઠીક થવાની કામના કરુ છુ. અમે તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. જલ્દી ઠીક થઈ જાવ, પોતાનુ ધ્યાન રાખો.' તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરૉયે ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ ક્યો હો ગયાનામાં કામ કર્યુ હતુ. આમાં અમિતાભા બચ્ચન પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે અને ઐશ્વર્યાએ એકબીજાને ડેટ પણ કર્યુ હતુ.

અમિતાભ બચ્ચને પોસ્ટ કર્યો હતો વીડિયો

અમિતાભ બચ્ચને પોસ્ટ કર્યો હતો વીડિયો

આ પહેલા અમિતાભ બચ્ચન જે હોસ્પિટલમાં ભરતી છે. તેમણે ત્યાંથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં અમિતાભ બચ્ચન કહે છે કે હું નાણાવતી હોસ્પિટલના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ વિશે વાત કરવા ઈચ્છુ છુ, જે સંકટ સમયે જબરદસ્ત કામ કરી રહ્યા છે. બિગ બીએ કહ્યુ કે હાલમાં જ મે ગુજરાતના સુરતમાં એક બોર્ડ જોયુ હતુ જેમાં લખ્યુ હતુ કે તમને ખબર છે કે મંદિર કેમ બંધ છે, કારણકે ભગવાન સફેદ કોટ પહેરીને હોસ્પિટલોમાં કામ કરી રહ્યા છે. તમે જેટલા પણ ડૉક્ટર, નર્સ અને જેટલા પણ લોકો હોસ્પિટલમાં કામ કરી રહ્યા છો, તમારા બધામાં ઈશ્વરનુ એક રૂપ છે, તમે બધા આટલી મહેનત સાથે માનવતા માટે કામ કરી રહ્યા છો.

હવે કેવી છે સ્થિતિ?

હવે કેવી છે સ્થિતિ?

હાલમાં હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યુ છે કે અભિષેક બચ્ચન નૉર્મલ વૉર્ડમાં ભરતી છે. વળી, અમિતાભને આઈસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. ડાયરેક્ટર ડૉક્ટર અબ્દુલ સમદ અંસારીએ કહ્યુ છે કે અમિતાભ અને અભિષેક સારુ અનુભવી રહ્યા છે. બંને અહીં અલગ અલગ વૉર્ડમાં છે અને તેમની સ્થિતિ સ્થિર છે. ડૉક્ટર અંસારીએ જણાવ્યુ કે બંનેએ આખી રાત સારી ઉંઘ લીધી છે અને સવારે નાસ્તો કર્યો છે. વળી, ઐશ્વર્યા અને આરાધ્યાનો ઈલાજ ઘરે જ ચાલી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X