ઍરેંજ મૅરેજ કર્યા તેથી ફિલ્મોથી દૂર રહ્યો : વિવેક
અમદાવાદ, 16 ફેબ્રુઆરી : ઘણાં વખતથી ફિલ્મોથી દૂર રહેનાર વિવેક ઓબેરૉયની એક જ સપ્તાહના અંતરે બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ગઈકાલે જયંતાભાઈ કી લવ સ્ટોરી રિલીઝ થઈ ગઈ છે, તો 22મી ફેબ્રુઆરીના રોજ જિલા ગાઝિયાબાદ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આટલા લાંબા વખત સુધી ફિલ્મોથી દૂર રહેવા અંગે વિવેકનું કહેવું છે કે મેં લગ્ન કર્યા હતાં, તે પણ ઍરેંજ મૅરેજ. એવામાં પોતાની જાતને સમય આપવા માંગતો હતો કે જેથી અમે પતિ-પત્ની બંને એક-બીજાને સારી રીતે સમજી શકીએ.

પોતાની ફિલ્મ અંગે વિવેક ઓબેરૉય જણાવે છે કે જયંતાભાઈ કી લવ સ્ટોરી રોમાંસ તેમજ કૉમેડી આધારિત છે. તેમાં દર્શાવાયુ છે કે એક ભાઈ કે જે 20-25 લોકો સાથે એકલા હાથે લડી શકે છે, તે કઈ રીતે છોકરી સામે આવતા જ મીણની જેમ પિગળી જાય છે. જયંતાભાઈ કી લવ સ્ટોરી પોતાના હૉટ દૃશ્યોના કારણે ચર્ચામાં છે. આ દૃશ્યો અંગે વિવેક ઓબેરૉયનું કહેવું છે કે મને એવા સીન કરવામાં કોઈ મુશ્કેલી ન થઈ, કારણ કે નેહા શર્મા એક શાનદાર એક્ટર હોવાની સાથે મારી સારી મિત્ર પણ છે. અમે સૌ પ્રોફેશનલ એક્ટર્સ છીએ.
સાત દિવસની અંદર જ બે ફિલ્મો રિલીઝ થવાના કારણ અંગે વિવેક ઓબેરૉયે જણાવ્યું કે આ અગાઉથી જ નક્કી હતું અને જિલા ગાઝિયાબાદ ફિલ્મના નિર્માતાએ પણ રિલીઝ માટે અગાઉથી જ દિવસ નક્કી કરી રાખ્યો હતો. જિલા ગાઝિયાબાદ ફિલ્મ અંગે તેમણે જણાવ્યું કે આ એક એવી વ્યક્તિની વાર્તા છે કે જે પોતાના ગામને ખૂબ પ્રેમ કરે છે અને બાળકોને ભણાવે છે, પરંતુ પછી તેની સાથે એવું કંઈક થાય છે કે તે હથિયાર ઉઠાવી લે છે.
એક વખતે સલમાન ખાન સાથે પોતાના અણબનાવ અંગે ચર્ચામાં રહેલા વિવેક પોતાની આવની ફિલ્મો અંગે કહે છે કે આ વર્ષે તેમની મસ્તી ફિલ્મની સિક્વલ ગ્રાંડ મસ્તી અને વર્ષાંતે કૃષ 3 ફિલ્મો પણ આવી રહી છે. પોતાના વ્યસ્ત સમયમાંથી પણ તેઓ પરિવાર માટે સમય કાઢે છે. તેઓ કહે છે કે જ્યારે પણ મારી સમય હોય છે, હું મોબાઇલ સ્વિચ ઑફ કરી દઉ છું અને પરિવાર સાથે ખૂબ મજા કરુ છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
