‘ધોતીવાળા પીએમ’ની ચાહતે વિશ્વરૂપમ ઉપર મુસીબત
ચેન્નઈ, 31 જાન્યુઆરી : કમલ હસનની મોસ્ટ અવેટેડ ફિલ્મ વિશ્વરૂપમ અંગે હવે રાજકારણ ગરમાઈ ગયું છે. એક બાજુ બુધવારે સાંજે સમાચાર આવ્યાં કે કમલ હસન પોતાની ફિલ્મના કેટલાંક અંશો કાપવા તૈયાર થઈ ગયાં છે, તો બીજી બાજુ ડીએમકે પ્રમુખ એમ. કરુણાનિધિએ ફિલ્મ વિશ્વરૂપમ વડે તામિળનાડુના મુખ્યમંત્રી જયલલિતા સામે નિશાનો સાધ્યો.

ડીએમકેના મુખપત્ર મુરાસોલીમાં ડીએમકે પ્રમુખે લખ્યું છે કે રાજ્ય સરકારે ફિલ્મની રિલીઝ અગાઉ કેમ કડક પગલા ન ભર્યાં? આખરે તે જ દિવસે એક્શન કેમ લેવાયું કે જે દિવસે ફિલ્મ રિલીઝ થવાની હતી. ડીએમકે સવાલ ઊભો કર્યો છે કે શું આ જયલલિતાની કોઈ ચોક્કસ ચાલ છે કે જે બદલો લેવાના આશયથી ચાલવામાં આવી છે?
કરુણાનિધિએ પોતાની વાતને સ્પષ્ટ કરવા ઉલ્લેખ કર્યો છે કે એવા સમાચાર છે કે અન્નાદ્રમુક સાથે ધરોબા ધરાવતી ટીવી ચૅનલ ફિલ્મ વિશ્વરૂપમના ડીટીએચ રાઇટ્સ ખરીદવા માંગતી હતી, પરંતુ કમલ હસને ઓછો ભાવ મળતાં તેમને રાઇટ્સ વેચ્યા નહીં. તેથી જયલલિતા સરકારે ફિલ્મ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે કે જે અયોગ્ય છે.
કરુણાનિધિએ એમ પણ લખ્યું છે કે સરકાર કમલ હસન સામે તેમના એ નિવેદન અંગે પણ બદલો લઈ રહી છે કે જેમાં કમલે જણાવ્યું હતું કે તેઓ ધોતી પહેરતી કોઈ વ્યક્તિને દેશના વડાપ્રધાન બનતા જોવા માંગે છે. કમલનું આ નિવેદન પી. ચિદમ્બરમ તરફ ઇશારો કરતુ હતું. આ જ વાતથી જયલલિતા રોષે ભરાયાં છે અને તેમણે બદલો લેવાના ઇરાદે વિશ્વરૂપમ ફિલ્મ ઉપર પ્રતિબંધ લાદ્યો.
નોંધનીય છે કે ભલે મંગળવારે મદ્રાસ હાઈકોર્ટે ફિલ્મને લીલી ઝંડી આપી દીધી હતી, પરંતુ તામિળનાડુ સરકાર હાર માન્યા વગર ડબલ બેંચમાં ગઈ અને ત્યાંથી વચગાળોના મનાઈ હુકમ મેળવ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
