શેક્સપીયરના નાટક હૅમલેટ ઉપર ફિલ્મ બનાવશે કમીને
મુંબઈ, 18 એપ્રિલ : સુપર હિટ કમીને ફિલ્મની આખી ટીમ પુનઃ એક વાર એક સાથે નવી ફિલ્મ બનાવવા જઈ રહી છે. પુનઃ એક વાર શાહિદ કપૂર તેમજ વિશાલ ભારદ્વાજ મળી ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યાં છે.

કમીનેની આ ટીમની આ નવી ફિલ્મ શેક્સપીયરના જાણીતા નાટક હૅમલેટ ઉપર આધારિત છે. શેક્સપીયરના મુખ્ય નાટકો મૅકબેથ તથા આથૅલો ઉપર ફિલ્મ બનાવી ઇતિહાસ રચ્યા બાદ નિર્માતા-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ પુનઃ શાહિદ કપૂરને પોતાના ડ્રીમ પ્રોજેક્ટમાં લાવી રહ્યાં છે. વિશાલ શેક્સપીયરના જ વધુ એક નાટક કિંગ લિયર ઉપર પણ ફિલ્મ બનાવશે. તેમાં પણ હીરો શાહિદ કપૂર જ હશે, જોકે હજી એક નક્કી નથી કે પ્રથમ કિંગ લિયર બનશે કે હૅમલેટ. વિશાલ હાલ અભિનેત્રીની શોધમાં છે કે જે શાહિદ સાથે મૅચ થઈ શકે.
વિશાલ ભારદ્વાજના પ્રયત્નોથી લાગે છે કે શાહિદ કપૂરનું કૅરિયર પુનઃ પાટે આવી જશે, કારણ કે છેલ્લા કેટલાંક સમયથી શાહિદે સફળતાનો સ્વાદ ચાખ્યો નથી. તેમની અનેક ફિલ્મો બૉક્સ ઑફિસે પિટાઈ છે.












Click it and Unblock the Notifications
