વિરાટ અને અનુષ્કાની સરપ્રાસઇઝ વેડિંગ ઇટલીમાં છે?
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન ડિસેમ્બરના અંતમાં થાય તેવી પાક્કી સંભાવના. ઇટલીના રિસોર્ટમાં ચાલી રહી છે લગ્ની તૈયારી. આ અંગે વધુ વાંચો અહીં.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નની અફવાઓએ ઘણા સમયથી જોર પકડ્યુ હતું. ત્યારે અંતે તેમના લગ્ન ઇટલીના એક રિસોર્ટમાં થવાના છે એ વાતની પાક્કી પુષ્ટી કરવામાં આવી છે. આ લાઇમલાઇટ કપલ ઘણા સમયથી સાથે રજાઓ ગાળતા જોવા મળી રહ્યા હતા. સાથે ફરવા જતા અને અનેક એવોર્ડ ફક્શનમાં પણ તેઓ અવારનવાર સાથે આવતા હતા. ક્રિકેટર યુવરાજસિંહના લગ્ન બાદ વિરાટ અને અનુષ્કા પણ બહુ જલ્દી લગ્ન કરશે એ વાતની અફવાઓ મીડિયામાં આવતી હતી. ત્યારે આ ડિસેમ્બરના અંત સુધીમાં વિરાટ અને અનુષ્કા લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે તે નક્કી થઈ ગયુ છે.

ઇટલીના રિસોર્ટમાં લગ્ન
મળતી માહિતની અનુસાર વિરાટ અને અનુષ્કાના લગ્ન ઇટલીના ટસ્કની રિસોર્ટમાં થશે. આ ગ્રાન્ડ વેડિંગ માટે જોરશોરથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આવતા સપ્તાહમાં તેમના લગ્ન થાય તેવી સંભાવના છે. તેમના લગ્નને લઈને રિસોર્ટની આસપાસ ચુસ્ત હાઇ સિક્યોરિટી કોરિડોર બનાવવામાં આવ્યો છે. સાથે જ અહી લોકોને આવવા પર પણ મનાઇ કરવામાં આવી છે.

પંજાબી રિવાજોથી થશે લગ્ન
કોહલી હંમેશા તેના મસ્તીવાળા સ્વભાવના કારણે ઓળખાય છે. મોટાભાગે તે કોઈ લગ્ન અથવા પાર્ટીમાં પંજાબી કુર્તા-પાયજામામાં અને ભાંગડા કરતો જોવા મળે છે. આથી તેમના લગ્ન પણ પુરા પંજાબી રિતરિવાજ સાથે થશે. મળતી માહિતી અનુસાર કોહલીના લગ્નની પ્લાનિંગ માટે વેડિંગ પ્લાનરને રાખવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે, વિરાટ અને અનુષ્કાની લગ્ન પંજાબી રીતથી થશે.

રાતે થશે જોરદાર પાર્ટી
પંજાબી રિતરિવાજોની વાત કરવામાં આવે તો તેમા ઢોલનું ઘણું મહત્વ છે. આથી આ લગ્ન માટે ખાસ ઢોલ-નગાડા વાળેને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાસ પ્રોફ્શનલ ભાંગડા ડાન્સરને પણ બોલાવવામાં આવી છે. આ તમામ વ્યક્તિ રિસોર્ટમાં જતા જોવા મળ્યા છે આથી આ વાત તો નક્કી છે કે વિરાટ અને અનુષ્કા અંતે લગ્ન કરી રહ્યા છે. તથા તેમના લગ્ન પણ તેમની જોડી જેવા સુપર રહેશે આ વાત પણ સ્પષ્ટ છે.

26 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન
આ તમામ ઘટનાથી એક વાત તો નક્કી થઈ જાય છે કે, ઈટલીમા આ કપલના લગ્ન ફાઇનલ છે. એ બાદ 26 ડિસેમ્બરના રોજ મુંબઇમાં રિસેપ્શનની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર આ રિસેપ્શન શ્રીલંકા સાથેની મેચના ઠીક બે દિવસ બાદ કરવામાં આવશે. છેલ્લી ટી-20 મેચ 24 ડિસેમ્બરના રોજ મુંબઈમાં રમાશે. આથી એ બાદ રિસેપ્શનમાં ભારતીય ટીમના ખેલાડીઓ પણ આવી શકે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જોવા મળશે ઘણી હસ્તિઓ
વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્નમાં ક્રિકેટ જગત અને બોલિવૂડની ઘણી જાણીતી હસ્તિઓ જોવા મળશે તેવી સંભાવના છે. જેમાં બીસીસીઆઇના ઘણા પદાધિકારીઓ, બોલીવૂડના જાણીતા લોકો, ઉદ્યોગપતિઓ અને બીજા ઘણા લોકોને આંમત્રણ આપવામાં આવ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
