Viral: દેશી લુકમાં પ્રિયા પ્રકાશે સૌને ચોંકાવી દીધા, ફેન્સ થયા પાગલ
Viral: દેશી લુકમાં પ્રિયા પ્રકાશે સૌને ચોંકાવી દીધા
નવી દિલ્હીઃ તહેવારની સિઝનમાં સૌકોઈ ફેસ્ટિવ મૂડમાં જોવા મળી રહ્યું છે. એવામાં ઈન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ વરિયર પણ કંઈ પાછળ રહે તેવી નથી. પોતાની આંખોથી જ સૌકોઈનું દિલ જીતનાર પ્રિયાના હવે ઈન્ડિયન લુક પર ફેંન્સનું દિલ આવી ગયું છે. પ્રિયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક ઈવેન્ટની તસવીરો શેર કરી છે, જે જોતજોતામાં જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. પ્રિયાની આ તસવીરોને ભારે લાઈક અને કોમેન્ટ મળી રહી છે.

લહેંગા-ચોલીમાં લાગી રહી હતી અફલાતૂન
વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વરિયર ફરી એકવાર ચર્ચામાં આવી છે. આંખો મટકાવીને ફેમસ થયેલ પ્રિયાની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તહેવારોની સિઝનમાં એમણે લહેંગા-ચોલી પહેરેલી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં તેમણે સોનેી અને લીલા રંગનો લહેંગો પહેર્યો છે જેમાં તે બહુ સુંદર લાગી રહી છે.

એક ગીતની ક્લિપે રાતોરાત ફેમસ કરી
એમના ફેન્સ પ્રિયાની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. પ્રિયા પ્રકાશ વેરિયર વેલેન્ટાઈન ડેના અવસર પર પહેલી વાર ચર્ચામાં આવી હતી. વેલેન્ટાઈન ડેથી કેટલાક દિવસો પહેલા પ્રિયંકાના એક વીડિયોએ એમને ાતોરાત સોશિયલ મીડિયા સેંસેશન બનાવી દીધી હતી. પ્રિયાની ફિલ્મ 'ઓરુ અદાર લવ'ના ગીત 'મનિકયા મલરાયા પુરી'ની એક ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી જેમાં તે આંખો મટકાવતી જોવા મળી રહી હતી.

વિવાદોમાં રહ્યું પ્રિયાનું ગીત
આ વીડિયો એટલો વાયરલ થયો કે પ્રિયાને નેશનલ ક્રશનો ખિતાબ મળી ગયો હતો. જો કે પ્રિયાના આ ગીત પર ભારે બબાલ પણ થઈ હતી. કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ ગીતથી ધાર્મિક લાગણી દુભાતી હોવાનો આરોપ લગાવી પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી. પોતાની વિરુદ્ધના કેસ અને ગીત પરના પ્રતિબંધની માગણીની વિરુદ્ધમાં પ્રિયા હાઈકોર્ટ સુધી પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે પણ એમને મોટી રાહત આપીને તમામ કેસ પર રોક લગાવી દીધો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
