Me Too: ‘સંસ્કારી' આલોક નાથ પર લાગ્યા બળાત્કાર, યૌન શોષણના આરોપ
કૈલાશ ખેર, વિકાસ બહેલ, ચેતન ભગત અને રજત કપૂર જેવી નામચીન હસ્તીઓ બાદ હવે યૌન શોષણનો આરોપ લાગ્યો છે હિંદી ફિલ્મોના ‘સંસ્કારી બાબુજી' એટલે કે અભિનેતા આલોક નાથ પર.
તનુશ્રી અને નાના વિવાદ બાદ બોલિવુડની ઘણી હસ્તીઓ સામે હવે લોકોએ મોઢુ ખોલ્યુ છે. કૈલાશ ખેર, વિકાસ બહેલ, ચેતન ભગત અને રજત કપૂર જેવી નામચીન હસ્તીઓ બાદ હવે યૌન શોષણનો આરોપ લાગ્યો છે હિંદી ફિલ્મોના 'સંસ્કારી બાબુજી' એટલે કે અભિનેતા આલોક નાથ પર. રાઈટર અને ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોક નાથ સામે યૌન શોષણનો આરોપ લગાવીને ફેસબુર પર એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે આલોકનાથ પર ઘણા સંગીન આરોપ લગાવીને 20 દશક પહેલા થયેલા યૌન શોષણની આખી કહાની વર્ણવી છે.

‘સંસ્કારી બાબુજી' આલોક નાથ પર લાગ્યો બળાત્કારનો આરોપ
વિંટાએ ફેસબુક પર લખ્યુ છે કે તેમણે મારી સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યો. જ્યારે હું વર્ષ 1994ના જાણીતા શો ‘તારા' માટે કામ કરી રહી હતી. પોતાની પોસ્ટમાં વિંટાએ આલોક નાથનું ડાયરેક્ટ નામ નથી લીધુ પરંતુ દરેક જગ્યાએ ‘સંસ્કારી' (આલોક નાથ માટે સામાન્ય રીતે વાપરવામાં આવે છે) શબ્દનો ઉપયોગ કર્યો છે.

સંસ્કારી..... એ કર્યો મારા પર બળાત્કાર
પોતાની પોસ્ટમાં વિંટાએ ઉલ્લેખ કર્યો છે કે તેમની પત્ની મારી સારી દોસ્ત હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા હતા. એક વાર તેમના ઘરે પાર્ટીમાં અમે બધાએ દારૂ પીધો. અમે ફિલ્મી દુનિયાની વ્યક્તિઓ છે તો દારૂ પીવો અસામાન્ય વાત નહોતી. મોડી રાત થઈ જતા બધા પોતાના ઘરે જતા રહ્યા. હું પણ ચાલીને નીકળી પડી. રસ્તામાં આ વ્યક્તિ આવ્યો. તેણે મને કારમાં બેસવા કહ્યુ. મે તેના પર ભરોસો કર્યો અને હું બેસી ગઈ. મને કંઈ સમજાતુ નહોતુ. બધુ ધૂંધળુ દેખાતુ હતુ. ત્યારબાદ મારા પર બળાત્કાર કરવામાં આવ્યો.

લીડ એક્ટ્રેસ નવનીત નિશાન સાથે થયેલી ઘટનાનો પણ ઉલ્લેખ
પોતાની વાત સાથે તે શો દરમિયાન શોની લીડ એક્ટ્રેસ નવનીત નિશાન સાથે થયેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યાં એક સીન દરમિયાન આલોક પહેલા તો સેટ પર દારૂ પીને આવ્યા અને ત્યારબાદ શૉટ દરમિયાન નવનીત પર પડી ગયા. ત્યારબાદ નવનીતે તેમને થપ્પડ મારી દીધી હતી. તે એક શરાબી, ખરાબ અને શરમજનક વ્યક્તિ હતો પરંતુ તે સમયે ટીવીનો સૌથી મોટો સ્ટાર હતો. આ જ કારણ હતુ કે તેના ખોટા કામોને નજરઅંદાજ કરી દેવામાં આવતા હતા.

આલોક નાથની સફાઈ
આલોક નાથનું આના પર નિવેદન પણ સામે આવી ગયુ છે જેણે લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે. આ સમગ્ર મામલે જ્યારે એક ટીવી ચેનલે આલોક નાથની પ્રતિક્રિયા જાણવા ઈચ્છી તો આલોક નાથે કહ્યુ કે આજના જમાનામાં જો કોઈ મહિલા કોઈ પુરુષ પર આરોપ લગાવે તો પુરુષનો તેના પર કંઈ પણ કહેવાનો કોઈ અર્થ નથી રહેતો. હું વિંટાને સારી રીતે જાણુ છુ. અત્યારે આ મામલે હું ચૂપ જ રહેવાનું પસંદ કરીશ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
