તમન્ના ભાટિયા વિજય વર્માને કરી રહી છે ડેટ! વેલેન્ટાઈન ડે પર બધાની સામે કર્યુ પ્રપોઝ, જુઓ ફોટો
બૉલિવુડ અભિનેતા વિજય વર્માએ 14 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. લોકો માની રહ્યા છે કે આ ફોટા સાથે હવે બંનેના રિલેશન ઑફિશિયલ થઈ ગયા છે.
Vijay-Tamanna Relationship: બૉલિવુડ અભિનેતા વિજય વર્મા અને તમન્ના ભાટિયા છેલ્લા ઘણા સમયથી પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે પર વિજય વર્માએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. ત્યારબાદ ચારે તરફ તહેલકો મચી ગયો છે. ફોટો જોઈને અટકળોનો દોર ચાલુ છે કે વિજય વર્માએ તમન્ના ભાટિયા સાથે પોતાની રિલેશનશિપને ઑફિશિયલ કરી દીધી છે.

વિજય વર્માએ રિલેશનશિપ વિશે કર્યો ખુલાસો
છેલ્લા કેટલાક સમયથી વિજય વર્મા અને તમન્ના ભાટિયાના નામ એક સાથે જોડવામાં આવી રહ્યા છે. બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. જેના કારણે ડેટિંગની અફવાઓને વેગ મળ્યો. હવે વિજય વર્માએ વેલેન્ટાઈન ડેના અવસર પર એવો ફોટો શેર કર્યો છે, જેના પછી ફરી એકવાર તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે અભિનેતાએ ફોટામાં કોઈને ટેગ કર્યા નથી.

વિજય વર્માએ વેલેન્ટાઈન ડે પર શેર કર્યો આ ફોટો
વિજય વર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એકબીજાની સામે બંનેના પગની તસવીર શેર કરી અને તેની સાથે રેડ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી. આ પોસ્ટ બાદથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંનેએ તેમના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે. જો કે અભિનેતાએ પોસ્ટમાં તમન્નાને ટેગ નથી કર્યુ. પરંતુ ચાહકોને હવે ખાતરી થઈ ગઈ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આ જૂતા સાથે અભિનેત્રી ઘણી વાર થઈ સ્પૉટ
આ તસવીર સામે આવ્યા બાદ જાણવા મળ્યુ કે અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર ઘણી વખત આ શૂઝ સાથે સ્પૉટ કરવામાં આવી છે. આ જૂતાથી ચાહકો માનવા લાગ્યા છે કે બંને રિલેશનશિપમાં છે. જોકે, આ અંગે અભિનેતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યુ નથી.

વાયરલ ફોટાનુ સત્ય
અહેવાલો મુજબ વિજય વર્માએ વર્ષ 2019માં રિલીઝ થયેલી 'ગલી બૉય'ના ચાર વર્ષ પૂરા થવા પર આ તસવીર પોસ્ટ કરી હતી. આ જ કારણ છે કે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે પગની જોડીની તસવીર શેર કરી છે. હાલમાં આ તસવીર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આના કારણે શરુ થઈ અફેરની ચર્ચા
ભૂતકાળમાં પણ બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે. આ પહેલા તેમનો એક કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ ડેટિંગની અફવાઓએ જોર પકડ્યુ હતુ. આ પછી બંને લંચ ડેટમાં જોવા મળ્યા હતા. હવે આ તસવીર વાઈરલ થયા બાદ ચાહકો રાહ જોઈ રહ્યા છે કે બંને ક્યારે તેમના સંબંધોને ઓફિશિયલ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
