VIdeo : જંગલ વચ્ચે બિકીનીમાં ઝરણામાં ચીલ કરતી જોવા મળી તારક મહેતાની સોનું ભીડે, વીડિયો વાયરલ
તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમ નિધિ ભાનુશાળી તેના બોલ્ડ બિકીની એડવેન્ચર માટે જાણીતી છે. તે સમયે સમયે ઝરણાઓ અને બીચ પર બિકીનીમાં ધમાલ કરતી જોવા મળે છે. હાલમાં જ તે જંગલ વચ્ચે ચીલ કરતી જોવા મળી હતી.
નિધિ ભાનુશાળીએ નાની ઉમરમાં જ પોતાના અભિનયથી લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. નિધિ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લાંબા સમય સુધી સોનાલિકા ભીડેનું પાત્ર ભજવીને ઘરે ઘણે જાણીતી બની હતી. હવે તે મોટી થતા જ બોલ્ડ બની ગઈ છે.

નિધિ ભાનુશાળીએ શો છોડ્યા બાદ તેના ફરવાના શોખ પુરા કરવાનું શરૂ કર્યુ. નિધિ એક બિંદાસ્ત અભિનેત્રી છે અને તે હરવા ફરવા અને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાની શોખીન છે. નિધિ ઘણી વખત તેના ફ્રેન્ડ સાથે પ્રકૃતિનો આનંદ માણતી જોવા મળે છે.
હાલમાં જ નિધિ ભાનુશાળીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર વેકેશનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નિધિ બિકીનીમાં જોવા મળી રહી છે. નિધિએ તેના ટૂંકા વાળ ખુલ્લા રાખ્યા છે અને તે બોલ્ડ અંદાજમાં ઝરણાનો આનંદ લેતી જોવા મળી રહી છે. નિધિ કુદરત વચ્ચે વેકેશનનો આનંદ લઈ રહી છે.
નિધિ પ્રાકૃતિક જગ્યાઓની શોખિન છે અને આ પહેલા પણ તે આવા ઘણા વીડિયો શેર કરતી રહી છે. નિધિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને મોઝેક આર્ટ, સર્ફિંગ અને એડવેન્ચરના વીડિયો શેર કરતી રહે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નિધિએ સોનુ ભીડેની ભુમિકા છોડ્યા બાદ પલક સિંધવાનીએ તેની જગ્યા લીધી છે. પલક 2019 થી શોનો ભાગ છે. નિધિ ઉપરાંત, દિશા વાકાણી, જેનિફર મિસ્ત્રી બંસીવાલ, મોનિકા ભદોરિયા, રાજ અનાડકટ, ભવ્ય ગાંધી, શૈલેષ લોઢા, નેહા મહેતા, ઝિલ મહેતા, ગુરચરણ સિંહ જેવા ઘણા કલાકારો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા છે.












Click it and Unblock the Notifications
