બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઈકા અરોરાની આમ સંભાળ કરતા દેખાયો અર્જૂન કપૂર, જુઓ Video

મલાઈકા અને અર્જૂન વચ્ચે બ્રેકઅપની અફવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર હાલમાં આ બંનેનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હોવા છતાં તેમની વચ્ચે જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળે છે. મલાઈકા અને અર્જૂન વચ્ચે બ્રેકઅપની અફવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર હાલમાં આ બંનેનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અર્જૂન મલાઈકા એક સાથે સ્પૉટ થયા છે. હંમેશાની જેમ મલાઈકા ખૂબ જ હૉટ લાગી રહી છે. વળી, અર્જૂન તેની એવી કેર કરી રહ્યો છે કે બધા તેની પ્રશંસા કરી રહ્યા છે અને તેને જેન્ટલમેન બતાવી રહ્યા છે.

મલાઈકાએ ફોટો શેર કરીને લોકોની કરી હતી બોલતી બંધ

મલાઈકાએ ફોટો શેર કરીને લોકોની કરી હતી બોલતી બંધ

તમને જણાવી દઈએ કે જ્યારે બંનેના બ્રેકઅપના સમાચારો આવ્યા ત્યારે મલાઈકા અરોરાએ બંનેના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કરીને બધાની બોલતી બંધ કરી દીધી હતી.

શૉર્ટ ડીપ નેક ડ્રેસમાં અર્જૂન સાથે સ્પૉટ થઈ મલાઈકા

શૉર્ટ ડીપ નેક ડ્રેસમાં અર્જૂન સાથે સ્પૉટ થઈ મલાઈકા

વળી, ત્યારબાદ અર્જૂન કપૂર અને મલાઈકા બ્રંચ ડેટથી પાછા આવતા જોવા મળ્યા. જેમાં મલાઈકા એક શૉર્ટ ડીપ નેક ડ્રેસમાં ખૂબ જ હૉટ લાગી રહી છે. વળી, તેનો બૉયફ્રેન્ડ સ્કાઈ બ્લૂ હુડી, બ્લેક પેન્ટ અને બ્લેક કેપમાં જોવા મળી રહ્યો છે.

મલાઈકાની આ રીતે કેર કરતો દેખાયો અર્જૂન

મલાઈકાની આ રીતે કેર કરતો દેખાયો અર્જૂન

બ્રંચ ડેટ બાદ બંને હોટલમાંથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. આગળ આવીને અર્જૂન જ્યાં પહેલા કાર પાસે ઉભો થઈ જાય છે. હીલ્સ અને સ્ટનિંગમાં સ્ટાઈલમાં પાછળથી મલાઈકા કાર સુધી પહોંચે છે. ત્યારબાદ અર્જૂન મલાઈકા માટે કારનો ગેટ ખોલે છે અને તેને બેસાડે છે. આ દરમિયાન અર્જૂન મલાઈકાના ખભે હાથ રાખીને તેને સંભાળીને કારમાં બેસવામાં મદદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X