Bappi Lahiri Profile: 'યાદ આ રહા હે તેરા પ્યાર' ગાનાર બપ્પીદા, કહેવાતા હતા 'ગોલ્ડન મેન'
આજે સંગીતના દિગ્ગજ બપ્પી લહેરીએ પણ દુનિયાને અલવિદા કહી દીધી. જાણો તેમની પ્રોફાઈલ.
નવી દિલ્લીઃ હજુ હાલમાં જ દેશના સ્વરકોકિલા લતા મંગેશકરના નિધનની પીડામાંથી બહાર નથી આવ્યા ત્યાં ફરીથી મોટો ઝટકો લાગ્યો છે કારણકે આજે સંગીતના દિગ્ગજ બપ્પી લહેરીએ પણ દુનિયાને અલવિદા કહી દીધી. તેમણે આજે સવાર મુંબઈના ક્રિટિકેર હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ મુજબ 69 વર્ષના બપ્પી લહેરીની તબિયત અચાનક મંગળવારે રાતે બગડી અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તમામ કોશિશો છતાં તેમને બચાવી શકાયા નહિ અને ઓએસ(ઑબ્સટ્રક્ટિવ સ્લીમ એપનિયા)ના કારણે તેમણે દમ તોડી દીધો. ઉલ્લેખનીય છે કે બપ્પી લહેરી છેલ્લા ઘણા સમયથી આરોગ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા.

બપ્પી લહેરી 27 નવેમ્બરે કોલકત્તામાં જન્મ્યા
તમને જણાવી દઈએ કે ફિલ્મી દુનિયામાં બપ્પી દાના નામથી જાણીતા બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બર, 1952ના રોજ કોલકત્તામાં થયો હતો. તેમના માતાપિતા જાણીતા બંગાળી સિંગર હતા. ખૂબ જ ખુશનુમા અંદાજવાળા બપ્પી લહેરીનુ સાચુ નામ અલોકેશ લહરી હતી. સંગીતનો માહોલ બાળપણથી જ મળ્યો હતો જેના કારણે તેમને સંગીતને ખૂબ સારી રીતે સમજવાનો મોકો મળ્યો હતો. બપ્પી લહેરીએ બૉલિવુડ સંગીતમાં પૉપ મિલાવ્યુ અને સંગીતની નવી વિદ્યાથી લોકોને અવગત કરાવ્યા હતા.

પહેલી વાર હિંદી ફિલ્મ નન્હા શિકારીમાં ગીત ગાયુ
તેમના ગીત પર સહુ કોઈ થિરકવા મજબૂર થઈ જતુ. તેમની પહેલી બંગાળી ફિલ્મ હતી જેમાં તેમણે પહેલી વાર ગીત ગાયુ હતુ. એ ફિલ્મનુ નામ દાદૂ(1972) હતુ. ત્યારબાદ વર્ષ 1973માં તેમણે પહેલી વાર હિંદી ફિલ્મ નન્હા શિકારીમાં ગીત ગાયુ હતુ. જો કે તેમને બૉલિવુડમાં અસલી ઓળખ 1975ની ફિલ્મ 'જખ્મી'થી મળી હતી. ત્યારબાદ તેમણે હિંદી સિનેમાને ડિસ્કો અને રૉક મ્યૂઝિકથી અવગતા કરાવ્યા અને જોતજોતામાં બપ્પી દા ઈંડો-પૉપના સરતાજ બની ગયા.

દેસી સંગીતમાં મિલાવ્યુ પૉપ
ચલતે ચલતે, જખ્મી, શરાબી, નમક હલાલ, ડાંસ ડાંસ, ડિસ્કો ડાંસર, થાનેદાર, આંખો, ધ ડર્ટી પિક્ચર, ડાંસ ડાંસ, કસમ જેવી સુપરહિટ ફિલ્મોથી તેમણે લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. આ ફિલ્મોના ગીતો આજે પણ દરેક પાર્ટી અને મહેફિલની જાન હોય છે. તેમણે ઘણા આલબમ પણ બનાવ્યા છે.

સોનાની દુકાન અને ગોલ્ડન મેન
મોહક છબીવાળા બપ્પી લહેરી જેટલુ પોતાના સંગીતના કારણે લોકપ્રિય હતા તેટલા જ તે પોતાના સોના પ્રત્યેના પ્રેમના કારણે જાણીતા હતા. તે ઘણીવાર ઘણી બધી જ્વેલરી પહેરેલા દેખાતા અને આના કારણે લોકો તેમને સોનાનુ દુકાન અને ગોલ્ડન મેન કહેતા હતા. બપ્પી દા 31 જાન્યુઆરી, 2014ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા હતા. તેમને 2014માં શ્રીરામપુર વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા પરંતુ અખિલ ભારતીય તૃણમૂલ કોગ્રેસના કલ્યાણ બેનર્જી સામે તેઓ હારી ગયા હતા.
Veteran singer and composer Bappi Lahiri passed away, CritiCare Hospital in Mumbai has confirmed
— ANI (@ANI) February 16, 2022
(File pic) pic.twitter.com/HYVnMrhbrb
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
