#MeToo: રેપ મામલે ધરપકડના ડરથી મુંબઈ છોડીને ભાગી ગયો "સંસ્કારી" આલોકનાથ
#MeToo: ધરપકડના ડરથી મુંબઈ છોડીને ભાગ્યો "સંસ્કારી" આલોકનાથ
મુંબઈઃ મી ટૂ કેમ્પેઈન દરમિયાન અભિનેતા આલોકનાથ પર પણ સ્ક્રીન રાઈટર અને ડિરેક્ટર વિંટા નંદાએ રેપનો આરોપ લગાવ્યો હતો. ઘટના 10 વર્ષ જૂની છે. જેમાં રેપના ચાર્જીસ આલોક નાથ પર લાગી ગયા છે. મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે જે જાણકારી મળી રહી છે તે મુજબ કેસ નોંધ્યા બાદથી જ આલોક નાથ મુંબઈથી ફરાર થઈ ગયા છે. આ વાત એ સમયે આવી છે જ્યારે કેટલીય વાર પૂછપરછ માટે સમન મોકલ્યા બાદ પણ આલોકનાથ પોલીસ સમક્ષ હાજર ન થયો. મિડ-ડેના સૂત્રોએ જણાવ્યું કે આલોકનાથના ઘરે આ સમયે સમનનો પત્ર લેવા માટે કોઈ પણ નથી.

કોઈ જરૂરી કામથી બહાર ગયા
અશોક સારૌગીએ મિડ-ડેને કહ્યું કે, આલોક નાથ કોઈ જરૂરી કામથી કેટલાક દિવસ માટે શહેરથી બહાર ગયા છે. સમજ મોકલવામાં જરૂર આવ્યું છે પરંતુ હજુ સુધી તેમને સોંપવામાં આવ્યું નથી. તેઓ આ અઠવાડિયે મુંબઈ પરત આવી જશે અને તેઓ ઓશિવારા પોલીસ સ્ટેશન જરૂર પહોંચશે. તે મારી સાથે હંમેશા કોન્ટેક્ટમાં છે.

વિંટા નંદાએ આલોક નાથ પર શું આરોપો લગાવ્યા હતા
વિંટા નંદાએ પોતાના ફેસબુક પર લખ્યું હતું કે 'તેણે મારી સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યો જ્યારે હું વર્ષ 1994ના એક મશહૂર શો તારા માટે કામ કરી રહી હતી. તેની પત્ની મારી સારી ફ્રેન્ડ હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા રહેતા હતા. વિંટા લખે છે કે એકવાર હું તેમના ઘરે પાર્ટીમાં ગઈ. મોડી રાત્રે 2 વાગ્યે હું ત્યાંથી નીકળી ગઈ કેમ કે મને ઠીક નહોતું લાગી રહ્યું.'

ડ્રિંકમાં કંઈક ભેળવી દીધું હતું.
મારા ડ્રિંકમાં કંઈક ભેળવી દીધું હતું. હું એકલી જ રસ્તા કાંઠે ચાલી નીકળી હતી. થોડે દૂર ગયા બાદ એક કાર મારી પાસે આવીને ઉભી રહી અને મને ઘર સુધી છોડી જવાની વાત કરી. મેં તેના પર ભરોસો કર્યો અને ગાડીમાં બેસી ગઈ. હું બેહોશ થઈ ગઈ. મને થોડું યાદ છે કે મારા મોઢામાં દારૂ નાખી રહ્યા હતા. બીજા દિવસે બપોરે ઉઠી તો મને દુઃખાવો થયો. માત્ર મારો રેપ નહોતો થયો, મારા ઘરે લાવીને બરબાદ કરી દીધી હતી. હું ઉઠી પણ નહોતી શકતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
